બનાસ ને પાણીદાર બનાસ બનાવવા માટે ડેરી ના ચેરમેન શંકરભાઇ ચૌધરી નો સહિયારો પુરુસાર્થ…
ઉનાળા ની શરૂઆત થઈ ગઈ છે ભૂગર્ભ જળ ખૂટવાના આરે છે ત્યારે જગત નો કુદરત પર મીટ માડી બેઠો છે ત્યારે સરકાર તેમજ બનાસડેરી અને લોકભાગીદારી ના સહિયારા પ્રયાસ થી દિયોદર તાલુકા ના કેટલાક ગામો ના તળાવો ઊંડા કરવા ની કામગીરી હાથ ધરવા માં આવી છે ત્યારે ગત રોજ દિયોદર તાલુકા ના નવા ગામ નું તળાવ ઊંડું કરવા ના શ્રી ગણેશ કરવા માં આવ્યા છે.
ત્યારે બનાસડેરી ના દિયોદર વિભાગ ના ડિરેકટર ઈશ્વરભાઈ પટેલ (આઈ ટી પટેલ ) ના હસ્તે તળાવ ઊંડું કરવા ના શ્રી ગણેશ કરવા માં આવ્યા હતા જેમાં એ . આર ચૌધરી ( એસ ઓ .જળ સિંચાય વિભાગ) મલાભાઈ પટેલ અમરાભાઈ પટેલ (વિસ્તરણ અધિકારી ) માનજીભાઈ જોશી બકાભાઈ શાહ જામાંભાઈ પટેલ દિયોદર તાલુકા ભાજપ યુવા મોરચા ના પ્રમુખ ભરતભાઇ ચૌધરી મંજુબેન તલાટી દૂધ અને સેવા મંડળી ના ચેરમેન મંત્રી ડેરી નો ફિલ્ડ સ્ટાફ તેમજ ગામના વડીલો સહિત યુવાનો પણ આ કાર્યક્રમ માં સહભાગી બન્યા હતા