આપણે રોજિંદા જીવનમાં દવા અવાર-નવાર કંઈક ને કંઈક બીમારી ના લીધે ડોકટર અથવા મેડિકલ માંથી લેતા હોઈએ છીએ. આપણે સૌ કોરોના કાળમાં બધા દવાઓથી પુરે પુરી માહિતગાર થઇ ગયા છોએ. આમ ટેબલેટ ની વાત કરી એ તો તેમાં બે પ્રકારની ટેબલેટ આવે છે. એક ટેબલેટમાં જેમાં વચ્ચે અલ લાઈન હોય છે અને અને બીજી એક એવી ટેબલેટ જેમાં કોઈ જ લાઈન હોતી નથી. આના વિશે ક્યારેય વિચાર્યું હશે જ નઈ પણ આજે તમને આ આર્ટિકલ માં તમને જણાવી દઈએ.
ટેબલેટ ની વચ્ચે જે લાઈન આવે જેને સમજવા માટે આપણે ડોક્ટર અથવા ફાર્માસીટ વધારે ખ્યાલ હોય છે. મિત્રો તમને જાણવી દઈએ કે આ લાઈનને પીલ સ્પીટર અથવા Debossed Line કહેવામાં આવે છે. આ કોઈ ડિજાઇન નથી. સાચી હકીકતમાં આપણે જે દવા ઉપયોગ કરતા હોઈએ છીએ એમાં MG માં મળે છે. ઉદાહરણ તરીકે 500 MG, 200 MG અથવા 1000 MG આ ડોઝ નો ઉપયોગ બીમારી અને તકલીફ હિસાબે કરતા હોય છે.
જરૂરિયાત કરતા વધારે દવાનો ડોઝ થઇ જાય ત્યારે, મરીઝને જરૂરિયાત ઓછી ત્યારે આ પીલ સ્પીટર કામમાં આવે છે. આ લાઈન થી દવાનો ડોઝ અડધો કરી શકાય છે. લાઈન દ્વારા સરળતાથી તૂટી જાય છે. આવું કરવાથી દવાનાં મટેરીઅલમાં ઉપર કોઈ ફરક પડતો નથી.