આ વાત મોટાભાગના લોકોને નહિ ખબર હોય, કે દવાની સ્ટ્રીપ ઉપર આ લાલ પટ્ટી શા માટે હોય છે ખરીદતા સમયે નજરઅંદાજ કરવી નહિ.

Uncategorized

મિત્રો આપણે બીમાર પડીએ ત્યારે દવા લેતા હોઈએ છીએ. આપણે વધારે હોશિયાર હોવાથી ડોક્ટર પાસે જવાના ના બદલે સીધા જ મેડિકલ સ્ટોર પર ચાલ્યા જઈએ છીએ. આપણે ને બીમારીની દવા કંઈપણ વિચાર્યા વગર પોતાને થયેલી બીમારી દવા કઈ સમજ્યા વગર દવા લઇ લેતા હોઈએ છીએ, આનાથી આપણે ક્યારેક ઠીક તો થઇ જઈએ છીએ પણ આનું ગંભીર પરિણામ પણ આવી શકે છે.

તમે ધ્યાન આપ્યું હશે કે દવાઓની સ્ટ્રીપ પર લાલ રંગની એક પટ્ટી બનેલી હોય છે. આનો મતલબ તમને ખબર છે મિત્રો કે નઈ. શું કયારેય આનો મતલબ જાણવાનો પ્રયાસ કર્યો ખરો કે આ વસ્તુ શું કહેવા માંગે છે.

લાલ રંગની પટ્ટી વિશે ડોક્ટરને વધુ જ્ઞાન હોય છે. પરંતુ સામાન્ય લોકો જોડે આ લાલ રંગની જાણકારી હોતી નથી. આવામાં લોકો ડોકાતારની સલાહ વગર કોઈપણ દવા મેડિકલ સ્ટોરમાં દવા ખરીદી લેતા હોય છે. છેલ્લે આપણે પરેશાનીની થાય છે. એટલા માટે ખાસ મિત્રો તમને કહેવું છે કે દવા ખરીદતા સમયે અમુક ચોક્કસ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ.

દવાની સ્ટ્રીપ પર બનેલી લાલ રંગની પટ્ટીનો મતલબ એમ થાય છે કે ડોક્ટરના પ્રિસ્ક્રિપ્શન વગર દવા વેચી શકાય નહિ. ડોકાતારની સલાહ વગર આને વેચી પણ શકાય નહિ. બજારમાં એન્ટિબાયોટિક દવાઓને ખોટી રીતે ઉપયોગ રોકવા માટે જ આ દવાઓ પર લાલ રંગની પટ્ટી બનાવવામાં આવે છે.

દવાઓનો સ્ટ્રીપ ઉપર Rx લખેલું હોય આનો અર્થ એ છે કે આ દવા ફક્ત ડોકટરની સલાહ લીધા બાદ જ લેવી જોઈએ.

દવાઓના સ્ટ્રીપ ઉપર NRx લખેલું હોય આનો અર્થ એ છે કે દવા લેવાની સલાહ ફક્ત અમે એજ ડોકટરને આપીએ છીએ જેને નશીલી દવાઓનું લાયસન્સ જેમના જોડે હોય.

અમુક દવાઓના સ્ટ્રીપ પર XRx પણ લખેલું હોય છે. તેનો મતલબ એ છે કે આ માત્ર ને માત્ર ડોકટર પાસેથી જ મેળવી શકાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *