રાણો તો રાણાની રીતે જ રહે..ફેમ દેવાયત ખવડ હાલમાં ચર્ચાનો વિષય બન્યા છે અને ફરી એકવખત વિવાદ માં જોવા મળ્યા છે. જેમાં રાજકોટ માં દેવાયત ખવડ અને અન્ય બે વ્યક્તિઓ એ ભેગા થઈ પાઇપ વડે એક વ્યક્તિ ને મારતા હોય એવા સીસીટીવી ફોટો સામે આવી રહ્યા હતા અને આ કારણે તેઓ ફરી વિવાદો માં જોવા મળ્યા હતા જેમાં આ સીસીટીવી 7 ડિસેમ્બર ના રોજના આ ઘટના જોવા મળી હતી.
જેમાં દેવાયત ખવડ છેલ્લા 10 દિવસ થી પોલીસ ની પકડ થી દૂર હતો ત્યારે હુમલાનો ભોગ બનનાર બિલ્ડર મયૂરસિંહ રાણા એ આ અંગેનો ન્યાય મેળવવા માટે સીધી જ PMO માં ફરિયાદ નોંધાવી હતી.જેના કારણે દેવાયત ખવડ સીધો ક્રાઇમ બ્રાન્ચ માં હાજર થવા માટે દોડી આવ્યો હતો અને આમ દેવાયત ખવડ ક્રાઇમ બ્રાન્ચ માં હાજર થતાં જ એ ડિવિઝન ની પોલીસ પણ તેનો કબ્જો મેળવવા માટે ત્યાં પહોચી ગઈ હતી.
જેમાં દેવાયત ખવડ એ પોતાનું નિવેદન મીડિયા ને આપતા કહ્યું હતું કે સમય આવશે ત્યારે જવાબ આપીશ. આ હુમલાનો ભોગ બનનાર મયૂરસિંહ રાણા એ પોતાની ફરિયાદ સૌથી પહેલા પોલીસ ને કરી હતી પરંતુ ત્યાથી કોઈમાહિતી ના મળતા તેઓએ PMO માં કરવામાં આવેલી ફરિયાદ માં 2021 ની ઘટના નો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો હતો.સાથે જ મયૂરસિંહ રાણાએ આ ઘટના ની સંપૂર્ણ રજૂઆત કરીને તપાસની માંગ કરી છે. દેવાયત ખવડ ને પોલીસ પકડે નહીં
આ કારણે તેને રાજકોટ ની સેશન્સ કોર્ટ માં આગોતરા જામીન ની અરજી પણ કરી હતી પરંતુ જામીન ના આપવા પોલીસ દ્વારા સોંગંધનામું તૈયાર કરવામાં આવ્યું હતું અને તેમાં દેવાયત ની ગુનાહિત કુંડળી ને રજૂ કરવામાં આવી હતી. જેમાં તેની સામેના 3 જેટલા ગુના નોંધવામાં આવ્યા છે. દેવાયત ખવડ દ્વારા કરવામાં આવેલી આગોતરા જામીન અરજી ની સુનાવણી આવતીકાલે કરવામાં આવસે.મયૂરસિંહ રાણા પણ આ હુમલો થયા આજે 10 દિવસ થયા છે ત્યારે દેવાયત ખવડ સામેથી જ ક્રાઇમ બ્રાન્ચ માં હાજર થઈ ગયા હતા.
આ ઘટનાથી ક્ષત્રિય સમાજમાં રોષ જોવા મળ્યો હતો ને આથી તેઓ દેવાયત ખવડ ની ઘરપક્ડ કરવા માટે મોટી સંખ્યામાં રાજકોટ ની પોલીસ કમિશ્નર કચેરી ખાતે ઉમટી પડ્યા હતા અને ન્યાય માટે માંગણી કરી હતી. સાથે જ ક્ષત્રિય આગેવાન એ જણાવ્યુ હતું કે અમે સત્યાગ્રહ પર બેસવા વિચારી રહ્યા છીયે. મયૂરસિંહ પર હુમલો થયાના આટલા દિવસો થયા પછી પણ પોલીસ દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી.
જેથી અમે ક્ષત્રિય સમાજના આગેવાનો પોલીસ કમિશનરને રજૂઆત કરવા આવ્યા છીએ. તેમની ધરપકડ થાય અને તેમની વિરુદ્ધ જે કાર્યવાહી થતી હોય એ કરવામાં આવે એેવી માગ કરી હતી. જો આવી ને આવી પ્રવૃત્તિ રાજકોટમાં ચાલતી રહી તો બધાને મોકો મળશે અને કાયદો હાથમાં લેશે.
લોકો ગેરકાયદે પ્રવૃત્તિ કરતા રહેશે અને તેમને પ્રોત્સાહન મળશે એવું અમને દેખાઇ છે.આ ઘટના અંગે મયૂરસિંહ રાણા ના પિતરાઇ ભાઈ એ જણાવ્યુ હતું કે દેવાયત ખવડ વિરુદ્ધ એ ડિવિઝન પોલીસમાં હત્યાની કોશિશ સહિતની કલમ હેઠળ ફરિયાદ નોંધાઈ છે.
મયૂરસિંહ અને દેવાયત વચ્ચે ઝઘડાની શરૂઆત સોશિયલ મીડિયામાં અપશબ્દો બોલવાથી થઈ હતી. એ બનાવમાં પોલીસે મયૂરસિંહ સામે કાર્યવાહી કરી હતી. જોકે આમ છતાં પણ દેવાયત ખવડે પાછળથી આવી હુમલો કર્યો હતો અને જાનથી મારી નાખવાની કોશિશ કરી હતી. લોકસાહિત્યકાર હોવાથી ગુજરાતમાં ખુલ્લેઆમ ફરે છે.
આ જગ્યાએ અન્ય સામાન્ય કોઈ માણસ હોય તો પોલીસ તેને પકડી કાયદાનું ભાન કરાવી દે છે.સાથે જ મયૂરસિંહ ના પરિવારના લોકોએ આક્ષેપો લગાવ્યા હતા કે દેવાયત ના ગુજરાતનાં અનેક પોલીસ સાથે સારા સબંધો છે અને આથી કોઈ તેને પડદા પાછળથી સાથ આપી રહ્યું છે
સાથે જ જે લોકોએ તેને સાથ આપ્યો છે તે વિરુધ્ધ પણ કાર્યવાહી કરવાનું જણાવ્યુ છે અને મયૂરસિંહ રાણા ને ન્યાય મળે તે માટે માંગણી કરવામાં આવી રહી છે. આ પૂરી ઘટના બની એમ હતી કે રાજકોટ ના સર્વેશ્વર ચોક નજીક મયૂરસિંહ રાણા પર હુમલો કરવામા આવ્યો હતો . જ્યારે મયુરસિંહ ઓફિસે થી ઘરે જમવા માટે જઇ રહ્યા હતા ત્યારે સ્વિફ્ટ કાર માથી બે અજાણ્યા વ્યક્તિઓ ઉતારી ને મયૂરસિંહ ને હાથ અને પગ પર ઇરજા પહોચાડી રહ્યા હતા.
આ બંને અજાણ્યા વયક્તિઓ ના હાથમાં બેઝ અને બોલ ના ધોકા જેવી વસ્તુ જોવા મળી હતી જેનાથી મયૂરસિંહ ને મારી રહ્યા હતા. અને આ તમામ ઘટના સીસીટીવી માં કેદ થઈ ગઈ હતી અને આ સમગ્ર મામલો હવે પોલીસ દ્વારા હાથ ધરવામાં આવ્યો હતો અને આથી દેવાયત ને ધરપકડ ના એંધાણ નજર આવતા જ ગુમ થઈ ગયો હતો. આ ઘટના અંગેના સીસીટીવી ફૂટેજ પોલીસે જપ્ત કર્યા છે.