આજે પણ આપણા દેશ માં કરિયાવર માં લેવાની પરંપરા કયાંક ને કયાંક જોવા મળે છે. કરિયાવર માં ના કારણે બંને પરિવારો વચ્ચે મોટા ભાગે તિરાડ આવી જાય છે. એવી જ એક આ ઘટના મહારાષ્ટ ઔરંગાબાદ શહેર ના ઉસ્માનપુર પોલીસ સ્ટેશન માં નાસિક ના નિવાસી સેનાએ ના એક જવાન અને તેના પરિવાર ના ૫ સભ્યો વિરુદ્ધ કથિત રીતે કરિયાવર માં ૨૧ નખવાળો કાચબો અને લેબ્રાડોર શ્વાન માંગવાના આરોપ માં કેસ દાખલ કરવા માં આવ્યો છે.
છોકરીના પિતાનું કહેવું છે કે તેના એક સંબંધીએ છોકરીના લગ્નની વાત કરી હતી. બીજા મહિનામાં તેની દીકરીની સગાઈ ઔરંગાબાદના રામનગર વિસ્તારમાં સ્થિત એક મેરેજ હોલમાં થઈ હતી. સગાઈમાં છોકરીના માતા-પિતાએ છોકરાને 10 ગ્રામ સોનાની રિંગ અને બે લાખ રૂપિયા રોકડા આપ્યા હતા. છોકરીના પિતાએ કહ્યું કે તે કરિયાવર વિરુદ્ધ છે, પરંતુ તેણે નક્કી કર્યું કે પોતાની દીકરીની ખૂશી માટે થોડું ઘણું કરિયાવર આપશે. છોકરીની સગાઈ ધૂમધામથી ઔરંગાબાદમાં સ્થિત એક હોલમાં થઈ હતી.
સગાઈ બાદ વરરાજાના પરિવારે છોકરીના પિતા પાસે 21 નખવાળો કાચબો અને લેબ્રાડોર શ્વાન અને છોકરીની નોકરી લગાવવા માટે 10 લાખ રૂપિયાની માગણી કરી હતી. છોકરીના પિતાનું કહેવું છે કે તેની દીકરીએ મહારાષ્ટ્ર સ્પર્ધામાં તલાટીની પરીક્ષા પાસ કરી હતી અને તેનું વેઇટિંગ લિસ્ટમાં નામ આવવાનું બાકી છે. છોકરાના માતા-પિતાએ કહ્યું કે આ બાબત છેલ્લા બે મહિનાથી ચાલી રહી છે, પરંતુ પોલીસ ફરિયાદ કર્યા બાદ પણ ઉસ્માનપુરા પોલીસ સ્ટેશનથી કોઈ પણ રીતેની મદદ કરવામાં આવી નથી.
જ્યારે પીડિતાના પરિવારજનોએ ઉચ્ચ અધિકારીઓ સાથે વાત કરી તો તેમણે આ બાબતને ધ્યાનમાં લેતા કરિયાવર માગનારાઓ પર ફરિયાદ નોંધાવી છે. કેસ દાખલ થયા બાદ હવે છોકરીની સગાઈ તૂટી ગઈ છે. પીડિતાના માતા-પિતાએ પોલીસને અપીલ કરી છે કે તેમને ન્યાય અપાવે અને સમાજમાં આ રીતેની ઘટનાઓ પર રોક લગાવવામાં આવે. આ બાબતે પોલીસે જણાવ્યું જે છોકરા-છોકરીની ૧૦ ફેબ્રુઆરીના રોજ સગાઇ થઇ હતી.
સગાઈ બાદ છોકરાના પરિવારજનોએ કરિયાવરમાં 21 નખવાળો કાચબો, લેબ્રાડોર શ્વાન અને છોકરીની સરકારી નોકરી લગાવવા માટે 10 લાખ રૂપિયાની માગણી કરી હતી. આ માગણી બાદ છોકરીના પિતાએ ઉસ્માનપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે IPCની અન્ય ધારાઓમાં કરિયાવર માગનારા 6 લોકો પર કેસ દાખલ કર્યો છે અને આગળની તપાસ કરવામાં આવી રહી છે.