બોટાદ તાલુકાના ઢાંકણીયા ગામે ગતરાત્રે નવઘણભાઈ ઝાલાભાઈ જોગરાણા ભરવાડ નામના આશાસ્પદ 30 વર્ષીય વેપારીની તિક્ષ્ણ હથિયારના ઘા મારીને હત્યા કરવામાં આવી હતી. જૂની અદાવતમાં ભરવાડ યુવકની હત્યા કરવામાં આવી હોવાની પ્રાથમિક માહિતી મળી રહી છે.
ઢાંકણીયા ગામમાં યુવાનનું ગળું કાપીને હત્યા કરવામાં આવતા ચકચાર મચી જવા પામી છે. બોટાદ પોલીસે તપાસ માટે અલગ-અલગ ટીમો બનાવી છે. બોટાદ તાલુકાના ઢાંકણીયા ગામમાં જૂની અદાવતમાં 30 વર્ષીય નવઘણ
ઝાલાભાઈ જોગરાણાની ઘાતકી હત્યા કરવામાં આવી હતી. અન્ય બે વ્યક્તિઓ, મુના જોગરાણા અને તેજા જોગરાણા, જેઓ હત્યા દરમિયાન થયેલા એન્કાઉન્ટરમાં ગંભીર રીતે ઘાયલ થયા હતા, તેઓને બોટાદ અને ભાવનગરની
હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. ઢાંકણીયા ગામે યુવકની હત્યા થયાની બાતમી મળતા બોટાદ જીલ્લા પોલીસ કાફલો સરકારી સોનાવાલા હોસ્પિટલ ખાતે પહોચી વધુ માહિતી સાથે બોટાદ જીલ્લા પોલીસ દ્વારા આરોપીઓને ઝડપી લેવા જુદી જુદી ટીમો બનાવવામાં આવી છે. બનાવની જાણ થતા ભરવાડ સમાજના લોકો હોસ્પિટલે પહોંચ્યા હતા.