દીઓદર તાલુકા ભાજપ મહિલા મોરચા દ્વારા સી આર પાટીલ ના જન્મદિવસ નિમિતે 9 બાળકો દત્તક લેવાયા

Uncategorized

દિયોદર ના પાલડી માં આજે ભારતીય જનતા પાર્ટી ના પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ ના જન્મ દિવસ ઉજવણી પ્રસંગે દિયોદર તાલુકા ભાજપ મહિલા મોરચા ની બહેનો દ્વારા પાલડી ખાતે જન્મ દિવસ ની ઉજવણી કરવામાં આવી હતી જે પ્રસંગે પાલડી આંગણવાડી કેન્દ્ર ખાતે સરકારશ્રી ની સુપોષણ યોજના અંતર્ગત કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું હતું.

ત્યારે પાલડી ગામના 9 જેટલા બાળકો ને પાલડી ગ્રામપંચાયત ના સરપંચ રમેશભાઈ મોદી તથા તાલુકા ભાજપ મહિલા મોરચા દ્વારા બાળકો દત્તક લેવામાં આવ્યા આ પ્રસંગે પાલડી ગ્રામપંચાયત ના યુવા અને ઉત્સાહીસરપંચ તેમજ મહિલા મોરચા પ્રમુખ અલકાબેન પી જોષી મહામંત્રી લલિતાબેન નાયી તથા આંગણવાડી કાર્યકર બહેનો એ બહોળી સંખ્યામાં હાજર રહી કાર્યક્રમ ને સુશોભિત બનાવ્યો હતો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *