દેવ દિવાળીના દિવસે કરી નાખો આ ઉપાય….ચુંબકની જેમ ધન ખેંચાઈને આવશે

Astrology

કાર્તિક મહિનામાં ઘણા તહેવારો આવે છે કાર્તિક મહિનામાં ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીને પસન્ન કરવાનો મહિનો માનવામાં આવે છે આ મહિનામાં માતા લક્ષ્મી અને ભગવાન વિષ્ણુ વિધિ વિધાન દ્વારા પૂજા કરવામાં આવે તો તેમના આશીર્વાદ પ્રાપ્ત થાય છે આજે હું તમને કાર્તિક પૂર્ણિમા ના દિવસે કરવામાં આવતા કેટલાક કર્યો વિષે જણાવીશ આ કર્યો કરીને તમે માતા લક્ષ્મીની કૃપા મેળવી શકે છો આ વર્ષે કાર્તિક પૂર્ણિમા ૧૯ નવેમ્બર શુક્રવારના દિવસે છે આ કાર્તિક પૂર્ણિમા ના દિવસે આ ઉપાય કરવાથી માતા લક્ષ્મી ની કૃપા પ્રાપ્ત થશે

કાર્તિક પૂર્ણિમા ના દિવસે સવારમાં વહેલા ઉઠીને સ્નાન કરીને ઘરના મુખ્ય દરવાજા ઉપર સ્વાસ્તિક નું ચિન્હ બનાવવાથી તમારા ઘરમાં નકારત્મક ઉર્જાનો પ્રવેશ થતો નથી તે સાથે ઘરના મુખ્ય દરવાજા આસોપાલવ કે અંબા ના પતાનું તોરણ બનાવીને બાંધવું જોઈએ તેમજ આખા ઘરને સાફ કરીને પવિત્ર ગંગા જળ બેઠક રૂમમાં છાંટવું જોઈએ આમ કરવાથી ઘરમાં આવેલી નકારત્મક ઉર્જાનો નાશ થાય છે તેમજ ઘરમાં સકારત્મક ઉર્જા વધે છે

એવું માનવામાં આવે છે કે દેવ દિવાળીના દિવસે દીપદાન કરવું ખુબ શુભ માનવામાં આવે છે તમારા ઘરની આજુ બાજુ નદી કે તળાવ હોય તો ત્યાં જઈને તમે દીપ પ્રગટાવી શકો છો જો ઘરની આજુ બાજુ નદી કે તળાવ નહોય તો તમે ઘરમાં ઉત્તર દિશામાં તમે તેલનો દીવો કરી શકો છો ઉત્તર દિશા ધનની દિશા માનવામાં આવે છે કાર્તિક પૂર્ણિમા ના દિવસે આ દિશામાં દીવો કરવાથી ઘરમાં સુખ સમૃદ્ધિ આવે છે

કાર્તિક પૂર્ણિમા ના દિવસે માતા લક્ષ્મીને કેસર વાળી ખીરનો ભોગ ચડાવવો જોઈએ તેના પછી તે ખીર ગરીબ બાળકોને ખવડાવવી જોઈએ તેમ કરવાથી માતા લક્ષ્મી તેમની કૃપા તમારા ઘર ઉપર વરસાવશે તે સિવાય તમે માતા લક્ષ્મીની પ્રિય વસ્તુ નો ભોગ ચડાવવો જોઈએ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *