જયારે ભગવાન શિવે કાર્તિક પૂર્ણિમા ના દિવસે ત્રિપુરાસુર નામના રાક્ષસનો વધ કર્યો હતો અને બધા લોકોને ત્રિપુરાસુ ના અત્યાચાર માંથી મુક્તિ અપાવી હતી ત્યારે બધા દેવોએ ખુશ થઈને સ્વર્ગ લોકોમાં દીપ પ્રગટાવીને દીપોત્સવ મનાવ્યો હતો ત્યારથી કાર્તિક પૂર્ણિમા ના દિવસે દેવ દિવાળી માનવામાં આવે છે આ દિવસે બધા દેવતાઓ કાશીમાં પ્રવેશ કરીને દીપ પ્રગટાવીને દિવાળી મનાવી હતી
આ વર્ષે ૧૯ નવેમ્બર શુક્રવારના રોજ દેવ દિવાળી માનવામાં આવશે દેવ દિવાળીના દિવસે માતા લક્ષ્મી,ભગવાન વિષ્ણુ અને ચન્દ્ર ની પૂજા કરવામાં આવતી હોય છે આ દિવસે માતા લક્ષ્મીની પૂજા કરવાથી માતા લક્ષ્મી પ્રસન્ન થતા હોય છે આજે હું તમને કાર્તિક પૂર્ણિમા ના દિવસે કેટલાક ઉપાય બતાવીશ જે કરવાથી તમારી કિસ્મત બદલાઈ જશે
દેવ દિવાળીના દિવસે સવારમાં વહેલા ઉઠીને સ્નાન કરીને મહાદેવના મંદિરમાં જવું જોઈએ મંદિર માં જઈ શિવલિંગ ઉપર શુદ્ધ જળનો અભિષેક કરવો જોઈએ શુદ્ધ જળનો અભિષેક કરવાથી મહાદેવના આશીર્વાદ પ્રાપ્ત થાય છે તમારા અટકેલા બધા કર્યા પૂર્ણ થઇ જશે
દેવ દિવાળીના દિવસે ઘરમાં માતા લક્ષ્મીના નામનું ઉચ્ચારણ કરીને ઘરમાં ૨૧ દીપ પ્રગટાવા જોઈએ દીપ પ્રગટાવા થી માતા લક્ષ્મી પ્રસન્ન થાય છે માતા લક્ષ્મીના પ્રસન્ન થવાથી ઘરમાં કોઈ દિવસ ધનની કમી સર્જાતી નથી દીપ પ્રગટવાથી માતા લક્ષ્મીના આશીર્વાદ પ્રાપ્ત થાય છે
દેવ દિવાળીના દિવસે શિવલિંગ પર બીલી પત્રની સાથે ગંગા જળ ચડાવવું જોઈએ આ ઉપાય કરવાથી મહાદેવની કૃપા પાપ્ત થાય છે આખા વર્ષ દરમિયાન ઘરમાં સુખ સમૃદ્ધિ આવે છે
દેવ દિવાળીના દિવસે માતા લક્ષ્મી અને માતા પાર્વતી ને ખીરનો ભોગ અવશ્ય ચડાવો જોઈએ ખીરની અંદર કેશર અને તુલસીનું એક પાન મૂકવું જોઈએ ખીરનો ભોગ અર્પણ કરવાથી માતા પાર્વતી અને માતા લક્ષ્મીના વિશેષ આશીર્વાદ પ્રાપ્ત થાય છે તેમજ તે દિવસે પીળા ફળનો ભોગ ચડાવવો જોઈએ
દેવ દિવાળીની શરૂઆત ૧૮ નવેમ્બર ૨૦૨૧ ના રોજ બપોરે ૧૨ વાગ્યે શરૂ થશે જે ૧૯ નવેમ્બર ૨૦૨૧ ના રોજ બપોરે ૦૨:૨૬ કલાકે સમાપ્ત થશે