પ્રાપ્ત વિગતો મુજબ હિન્દૂ ધર્મ માં આવતા પવિત્ર તહેવારો માં હોળી ધુળેટી પર્વ નું પણ મહત્વ ઘણું છે. અને દાહોદ જિલ્લા માં હોળી નાં તહેવારો ની ઉજવણી આમલી અગિયારસ નાં દિવસ થી શરૂઆત થઇ ને હોળી નો મેળો, ધુળેટી નાં દિવસ ચુલ નો મેળો, ચાડિયા નો મેળો, ગોળ ગધેડા નો મેળો એમ એક અઠવાડિયા માં ફાગણ સૂદ પાંચમ નાં દિવસ સુધી અલગ અલગ રીતે ઉજવણી કરવામાં આવતી હોય છે.દેવગઢબારીયા નાં ગામડા નાં લોકો જેઓ બહારગામ મજૂરી કામે ગયા હોય તેઓ આ હોલીધુળેટી નાં પર્વ માં પોતાના ઘરે ફરજીયાત આવતા હોય છે.
દેવગઢબારીયા તાલુકા માં દરેક ગામડા માં હોળી પાવાગઢ ની હોળી નાં દિવસ ચૌદસ પૂનમ ની સાંજે પ્રગટાવવામાં આવતી હોય છે.પરંતુ અંતેલા ગામની મેવાસી હોળી જે ફાગણસૂદ તેરસ નાં દિવસ પ્રગટાવવામાં આવે છે. તાલુકા માં વિસ્તાર ની દ્રષ્ટિ એ મોટામાં મોટુ સાત ફળીયા નું ગામ અંતેલા ગામ છે અને આ ગામમાં વર્ષોથી અંતેલા નાં મેવાસી લોકો આ હોળી એક દિવસ અગાઉ પ્રગટાવે છે. કહેવાય છે કે પાવાગઢ માં પતાઈ રાજા નાં પતન થયા પછી આ મેવાસી લોકો પાવાગઢ છોડી ને ત્યાંથી ચાલી નીકળ્યા હતા, કેટલાક લોકો રસ્તા માં રોકાઈ ગયા અને બીજા વડવાઓ ચાલતા ચાલતા અંતેલા ગામમાં માં આવી અને વસવાટ કર્યો હતો.જ્યારથી આ મેવાસીઓ આજે પણ અમારી મેવાસી હોળી કહેવાનું ગૌરવ લે છે. ગઈકાલ ફાગણ સૂદ તેરસ હોય અંતેલા ગામની હોળી નું પ્રાગટ્ય પૂજન વિધિ કરીને રાત્રીનાં અગિયાર વાગે પ્રાગટ્ય કરવામાં આવ્યું હતું.કુમારિકાઓ તેમજ જેમને ઉપવાસ રાખ્યો હોય તેમને હોળી માતાજી ની પ્રદક્ષિણા કરી શ્રીફળ વધેરી હવન કરી પૂજાવિધિ કરી હતી. ગ્રામજનો એ ઢોલ નગારાં અને ઘૂઘરા નાં તાલે હોળી માં નાચવા નો આનંદ માણ્યો હતો.
આમ દેવગઢબારીયા તાલુકા નાં અંતેલા ગામની મેવાસી હોળી દર વર્ષ ની જેમ ફાગણસુદ તેરસ નાં દિવસે પ્રગટાવી ગ્રામજનો એ આનંદ માણ્યો હતો.