દેવગઢબારીયા તાલુકા નાં મોટીઝરી ગામે સસ્તા અનાજ ની દુકાને પૂરતું અનાજ નહીં મળતા મામલતદાર ને લેખિત માં જાણ કરાઈ.

Uncategorized

પ્રાપ્ત વિગતો મુજબ દેવગઢબારીયા તાલુકા નાં મોટીઝરી ગામ ખાતે ચાલતી પંડિત દીનદયાલ સસ્તા અનાજ ની દુકાન ઉપર ગામના રેશનકાર્ડ ધારકો ને મળવાપાત્ર અનાજ નો જથ્થો પુરો પાડવા માટે સરકાર તરફથી કાયદેસર ની અનુમતિ આપવામાં આવેલ હોવા છતાંપણ ગામડા નાં અભણ અને ગરીબો ને છેલ્લા ત્રણ મહિના થી મળવાપાત્ર અનાજ નહીં મળતા આજરોજ દેવગઢબારીયા મામલતદાર કચેરી એ લેખિત માં અરજી આપી હતી.


દેવગઢબારીયા તાલુકા નાં મોટીઝરી ગામે આશરે 600 જેટલાં રેશનકાર્ડ ધારકો છે. જેમાંથી બીપીએલ અને અંત્યોદય કાર્ડ ધારકો પણ ગામમાં વસવાટ કરે છે. મોટીઝરી ગામમાં લગભગ એક વર્ષ થી સરકારી દુકાન માટે લોલમલોલ વહીવટ જેતે સંચાલકો કરી અનાજ નહીં આપી ગરીબ લોકો નું અનાજ પોતાના ઘરમાં ભરી રહ્યા છે. કાર્ડ ધારકોને અનાજ ઓછું આપવું તેમાં તો કોઈને કઈ કહેવાની જરૂર નથી કારણકે દરેક ને અનાજ ઓછું આપવામાં આવે છે તે જાહેર છે.

મોટીઝરી ગામે રાશન ઓછું મળવું અને ત્રણ માસ થી બિલકુલ નહીં મળતા આનંદી સંસ્થા ને જાણ થતા સંસ્થા ની જાગૃત મહીલાઓ એ 32 જેટલાં રેશનકાર્ડ ધારકો ની રૂબરૂ મુલાકાત કરી તેમનું લેખિત નિવેદન લઈ મામલતદાર દેવગઢબારીયા ને જાણ કરી હતી. મોટીઝરી ગામ ખાતે સરકારી દુકાન નું સંચાલન કરતા આ સંચાલક ને બદલી બીજા સંચાલક ને અનાજ વિતરણ ની કામગીરી સોંપવા માટે પણ ભરપૂર્વક રજુઆત કરાઈ હતી.


આમ દેવગઢબારીયા તાલુકા નાં મોટીઝરી ગામ ખાતે ચાલતી સસ્તા અનાજ ની દુકાન માં ચાલતી ગેરરીતિ બંધ કરાવી લોકો ને મળતું અનાજ સમયસર મળે તેવી જોગવાઈ તંત્ર દ્વારા કરવામાં આવે તેવી ગામલોકો ની માંગ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *