લખીમપુર ખીરીના મામલાને લઇ રાજકીય ઘમાસાન ચાલુ છે. હવે લખનૌ એરપોર્ટ પર છત્તીસગઢના મુખ્યમંત્રી ભૂપેશ બઘેલને રોકી દેવામાં આવ્યા છે. ત્યાર પછી તેઓ ત્યાં જ બેસી ગયા છે. મુખ્યમંત્રી ભૂપેશ બઘેલ લખનૌથી સીતાપુર જઇને પ્રિયંકા ગાંધીને મળવા માગતા હતા, ત્યાંથી તેમનો પ્લાન લખીમપુર ખીરી જવાનો હતો.
જેમાં તેઓ પોલીસ અધિકારીઓને પૂછે છે કે તેમને શા માટે રોકવામાં આવી રહ્યા છે. બઘેલ કહે છે કે તેઓ લખીમપુર ખીરી જઇ રહ્યા નથી. તેમણે માત્ર પ્રિયંકા ગાંધીને મળવા સીતાપુર જવાનું છે. છતાં કેમ તેમને રોકવામાં આવી રહ્યા છે, જ્યારે ધારા ૧૪૪ માત્ર લખીમપુર ખીરીમાં લાગી છે.
જે રૂમમાં પ્રિયંકા ગાંધીને રાખવામાં આવ્યા છે, તેની ઉપર એક ડ્રોન ઊડી રહ્યું છે. બઘેલે સવાલ કર્યો કે તે ડ્રોન આખરે કોનું છે? વીડિયોની સાથે ભૂપેશ બઘેલે લખ્યું હતું, ૩૦ કલાકથી વધારે સમય માટે કસ્ટડીમાં રાખવામાં આવેલ પ્રિયંકા ગાંધીજીના રૂમની ઉપર આ ડ્રોન કોનું છે અને શા માટે છે?
ઉત્તર પ્રદેશ સરકારે સોમવારે બઘેલના વિમાનને લખનૌમાં ઉતારવાની પરવાનગી આપી નહોતી. બઘેલ સોમવારે જ લખીમપુર ખીરી જવા માગતા હતા. ત્યાર પછી બઘેલ પહેલા દિલ્હી લેન્ડ થયા અને ત્યાંથી લખનૌ આવ્યા છે.
જણાવીએ કે, ઉત્તર પ્રદેશના લખીમપુરમાં રવિવારે તારીખ ૩ .ઑક્ટોબરના રોજ રાજ્યના મંત્રીના દીકરાએ ગાડીથી ખેડૂતોને કચડી નાખ્યા હતા. જેમાં ચાર ખેડૂત સહિત કુલ 8વ્યક્તિઓના મોત થયા છે. કેન્દ્રીય મંત્રી અજય મિશ્રના દીકરા આશિષ મિશ્રાએ શાંતિથી પ્રદર્શન કરી રહેલા ખેડૂતો પર ગાડી ચઢાવી દીધી અને તેમને કચડી નાખ્યા હતા. ત્યાર બાદ દેશની વિપક્ષી પાર્ટીઓ મોદી અને યોગી સરકારની ટીકા કરી રહી છે.