દરેક લોકો પોત પોતાની રીતે કામ કરતા જ હોય છે પણ કોઈક સફર થાય છે, કોઈ ઓછું સફર થાય છે અથવા કોઈ નિષ્ફર પણ થતું હોય છે. બધા પોત પોતાની રીતે પ્રયત્નો કરતા જ હોય છે.કોઈને વહેલી તો કોઈને મોડી સફરતા મરતી હોય છે. તમને હું એવા સફર વ્યક્તિનો પરિચય કરવા જઈ રહ્યો છું તે છે ધીરુભાઈ અંબાણી.
ધીરુભાઈ અંબાણી હાઈસ્કુલ સુધીનો પણ અભ્યાસ પૂરો નહોતો કરી શક્યા તેઓ બિલકુલ ગરીબ પરિવારમાંથી આવતા હતા. તેમનો ખર્ચો પૂરો કરવા માટે બારપણથી જ તેમને નાસ્તાની લારી ચાલુ કરી દીધી હતી. પેટ્રોલ પમ્પ પર પેટ્રોલ ભરવાનું પણ કામ કરવું પડ્યું હતું. તેમને જયારે દુનિયામાંથી વિદાય લીધી ત્યારે તેમની સંપત્તિ ની કિંમત ૬૨૦૦૦ કરોડથી પણ વધુ હતી.
ધીરુભાઈ બિઝનેસની દુનિયાના એવા સફર ચહેરો છે કે તેમને દરેકને એક ઉમ્મીદ આપી કે સફર થવા માટે પૈસા નહીં પરંતુ સારી નિયત હોવી જોઈએ. સફરતા તેને જ મળે છે જે જોખમ ઉઠાવે છે. જોખમ લેવું એ જીવનમાં આગર વધવાનો મંત્ર છે. તેમના પિતા એક શિક્ષક હતા અને તેમની માતા ગૃહિણી હતા.ધીરુભાઈને ચાર ભાઈ બહેન હતા. એક સમય એવો આવ્યો કે તેમને અભ્યાસ અધૂરો છોડવો પડ્યો. પિતાની મદદ માટે તેઓ નાના મોટા કામ કરવા લાગ્યા.
સૌથી પહેલા તેમને ગામ નજીક જૂનાગઢ નાસ્તાની લારી શરુ કરી. તેમના મોટા ભાઈ રમણીકભાઈ તે સમયે યમનમાં નોકરી કરતા હતા. તેમના સહકારથી તેમને ત્યાં જવાનો મોકો મર્યો ત્યાં તેમને શેલ કંપનીના પેટ્રોલ પર નોકરી ચાલુ કરી. ટૂંક જ સમયમાં મેનેજરના પદ પર પહોંચી ગયા. તે સમયે પણ તેમનું ધ્યાન નોકરી કરતા ધંધામાં વધુ રહેતું હતું .
તેમની જોડે એક નાની ઘટના બની તેઓ જે શેલ કંપની કામ કરતા હતા ત્યાં ચા પચીસ પૈસામાં મળતી હતી પરંતુ ધીરુભાઈ બાજુની મોટી હોટેલમાં ચા પીવા જતા હતા ત્યાં ચાનો એક રૂપિયો આપવો પડતો હતો. તેમને પૂછવામાં આવ્યું કે તમે આટલી મોંઘી ચા પીવા કેમ જાઓ છો તો તેમને જવાબ આપ્યો કે ત્યાં મોટા બિઝનેસ મેન ચા પીવા આવે છે અને તેઓ ધંધાની વાતો કરે છે જેથી હું ધંધા વિષે સમજી સકું. થયું એવું કે તે સમયે યમનમાં ચાંદીના સિક્કાનું પ્રચલન હતું. ધીરુભાઈ તે સિક્કા ઓગારીને લંડનની એક કંપનીને આપવાનું શરુ કર્યું.
ત્યાંની સરકારને ખબર પડી ત્યાં સુધી તો ઘણો નફો કમાઈ ચુક્યા હતા. આના પરથી કહી શકાય કે સફર બિઝનેસમેન બનવાના તેમનામાં ગુણ હતા.
તેમને તેમના મામા જોડે વિદેશના પોલિસ્ટર ભારતમાં અને ભારતના મસાલા વિદેશમાં નિકાશ કરવાની શરૂઆત કરી અને રિલાયન્સની સ્થાપના કરી. પછી તેમના મામા ને બની અલગ થયા. પછી તેમને અમદાવાદમાં ટેક્સટાઇલની સ્થાપના કરી તેનું નામ વિમલ આપવામાં આવ્યું અને તેની ખુબ મોટી પહેચાન બની ગઈ. પછી પેટ્રોલિમમાં આગર વધ્યા. ૨૦૦૨ માં દેશના સૌથી ધનવાન વ્યક્તિ બની ગયા હતા. ૬ જુલાઈ ૨૦૦૨ માં તેમનું મુર્ત્યું થતું ત્યાં સુધી રિલાયન્સ ૬૨૦૦૦ હજાર કરોડની કંપની બની ગઈ હતી. તેમના મૃત્યુ પછી તેમનો બિઝનેસ મુકેશ અંબાણીએ સંભાર્યો.