ચેન્નાઈ સુપર કિંગ્સના કેપ્ટન એમ એસ ધોનીની ઝલક મેળવવા માટે ફેન્સ ઘણા ઉત્સુક રહે છે. ધોની IPL 2021ની તૈયારીઓમાં વ્યસ્ત છે અને UAEના મેદાન પર ત્યાં બરાબરની પ્રેક્ટિસ પણ કરી રહ્યો છે. આ વચ્ચે CSKએ ધોની સાથેનો એક વીડિયો પોતાના સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યો છે, જેમાં ધોની લાંબા લાંબા સિક્સ લગાવતો જોવા મળ્યો છે.
ધોની બેટિંગ દરમિયાન ગુગલી બોલ પર જોરદાર સિક્સ મારે છે. જ્યાં તેને વીડિયોમાં એ કહેતા પણ સાંભળી શકાય છે કે 4 બોલ ખેલેગા યે હમ ભી 4 બોલ બોલે છે ઓર ફિર 14 બોલ ખેલે હૈ. આ વીડિયોની સૌથી સારી પળે છે કે જ્યારે બોલ ખોવાઈ જાય છે અને ધોની બોલની શોધ તેવી જ રીતે કરે છે જેવી રીતે કોઈ નાનકડો બાળક પોતાના બોલને શોધતો હોય.
ધોની CSKના કેટલાંક સાથીઓ સાથે મળીને બોલ શોધતો જોવા મળે છે. બોલની તલાશમાં ધોની ખૂણા ખૂણાની તપાસ કરતો દેખાય છે. જ્યારે બોલ મળવાની ખુશી ધોનીન ચહેરા પર જોવા જેવી છે. જો તમે IPL 2021ની વાત કરીએ તો IPLના બાકીની મેચો હવે UAEમાં રમાવવાની છે. ચેન્નાઈ સુપર કિંગ્સની ટીમ UAEમાં પોતાના અભિયાનની શરૂઆત મુંબઈ ઈન્ડિયન્સ વિરદ્ધની મેચથી કરવાની છે. બંને ટીમો 19 સપ્ટેમ્બરના રોજ એકબીજા સાથે ટકરાવાની છે.
CSK માટે IPLનું પહેલું ચરણ ઘણું સારું રહ્યું હતું અને તેણે 7 મેચોમાંથી 5 મેચમાં જીત કરાવી હતી. તેવામાં ધોનીની ટીમ ઈચ્છશે કે તે UAEમાં પણ પોતાનું સારું પ્રદર્શન કરે. ગયા વર્ષે રમાયેલી IPLમાં CSKનું પ્રદર્શન એકદમ ખરાબ રહ્યું છે. ધોનીની ટીમ CSK ટોપ 8માં પણ સિલેક્ટ થઈ શકી ન હતી. વળી કોરોનાના કારણે CSKના ટોપના બેટ્સમેન અને બોલરો ન હોવાને કારણે ટીમ ઘણી નબળી પડી ગઈ હતી. ગયા વર્ષે ધોનીએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃતુ જાહેર કરી લીધી હતી. હાલમાં ધોનીની ટીમનું લક્ષ્ય પ્લેઓફમાં પહોંચવાનો છે અને તેની તૈયારી ટીમે અત્યારથી જ શરૂ કરી દીધી છે.