આજે ઘણા બધા ખેડૂતો ઉત્પાદન વધારે લેવા માટે રાસાયણિક ખાતર તેમજ પેસ્ટીસાઇડ દવાઓનો ઉપયોગ ખુબ મોટા પ્રમાણમાં કરતો હોય છે પણ આ રાસાયણિક ખાતર કે દવાનો ઉપયોગ આપણી ભવિષ્યની પેઢી માટે ખુબ મોટો ખતરો ઉભો કરી શકે છે રાસાયણિક ખાતર કે દવાઓના ઉપયોગ કરવાથી શરીરમાં કેન્સર જેવી ભયન્કર બીમારી આવી શકે છે આ ખેડૂતે રાસાયણિક ખાતરનો ઉપયોગ બંધ કરીને જૈવિક ખેતી શરૂ કરીને લાખો રૂપિયાની કમાણી કરે છે
મધ્યપ્રદેશના આગર માલવા જિલ્લાના એક ખેડૂતે રાસાયણિક ખેતી બંધ કરીને જૈવિક ખેતી શરૂ કરી છે રાધેશ્યામ માત્ર ધોરણ દસ પાસ છે તેમને હરદર,મરચા,સફેદ મુસલી તેમજ ઘણા બધા શાકભાજી અને ઔષધીનો જૈવિક પદ્ધતિનો ઉપયોગ કરીને ખેતી ચાલુ કરી છે તેમને જૈવિક ખેતીની માહિતી માટે ગુગુલનો ઉપયોગ કરીને મેળવી છે તેમને ગુગુલના માધ્યમથી ઘણી બધી જૈવિક શાકભાજી અને ઔષધિ ની શોધ કરી છે તેમની આ શોધની જાણકારી લેવા માટે કૃષિ વૈજ્ઞાનિક પણ આવે છે
રાધેશ્યામ વિસ વીઘા જેટલી જમીનમાં ખેતી કરી છે અને તેમાંથી તે વર્ષે ૧૩ થી ૧૫ લાખ રૂપિયાની કમાણી કરી લે છે રાધેશ્યામ ૧૨ વર્ષ પહેલા રાસાયણિક પદ્ધતિ થી ખેતી કરાવતા હતા પછી તેમને રાસાયણિક ખાતરની આડઅસર વિષે જાણવા મળ્યું ત્યાર પછી તેમને રાસાયણિક ખેતી બંધ કરીને જૈવિક ખેતી શરૂ કરી તેમને જૈવિક ખેતી શરૂઆત આઠ વીઘા થી કરી હતી
રાધેશ્યામને જૈવિક ખેતી વિશેની પુરી જાણકારી ન હોવાથી તેમને નુકશાન પણ પડ્યું હતું પણ તે પોતાનો નિર્ણય બદલતા નથી અને જૈવિક ખેતી વિષે જાણકારી મેળવતા જાય છે અને તેમની સફળતા વધતી જાય છે તેમને પોતાની બુદ્ધિ થી ઘરે જ જૈવિક ખાતર વર્મી કપોસ્ટ વગેરે જેવા ખાતર બનાવ્યાનું ચાલુ કર્યું અને તેમાં તેમને ખુબ ભવ્ય સફળતા મળી અને તેમને બનાવેલા જૈવિક ખાતરને ખુબ ઓછા ભાવે બીજા ખેડૂતને આપી રહ્યા છે