નાની ઉંમરમાં જ ભોળાભાઈ અને રાધા બહેન ના લગ્ન થઈ જાય છે. લગ્નના બીજા વર્ષે દીકરા નો જન્મ થાય છે. તેનું નામ જયેશ પાડયુ. ભોળાભાઈ ખેડૂત હતા તેઓ ખૂબ જ મહેનત કરતા હતા અને સાથે સાથે રાધા બહેન પણ તેમની મદદ કરતા હતા.
તેઓની ઈચ્છા હતી કે તેમનો દીકરો ભણીને સારા પૈસા કમાયા તે તેમના બધા જ પૈસા જયેશને ભણાવવામાં ખર્ચ કરી દેતા હતા. જયેશને શહેરમાં ભણવા મોકલે છે જયેશ પણ ખૂબ જ મહેનત કરે છે. કોલેજ પૂરી કરીને જયેશ સારી કંપનીમાં નોકરી કરવા લાગે છે. ભોળાભાઈ ને થયું કે હવે દુઃખના દિવસો ગયા.
જયેશે કોલેજમાં તેની સાથે ભણતી કામીની નામની છોકરી સાથે પ્રેમ લગ્ન કરી લીધા હતા પરંતુ આ વાતની જાણ તેના માતા-પિતા ને ન હતી. જયેશ અને કામીની ના ઘરે દીકરાનો જન્મ થાય છે રાહુલ નાનો હતો એટલે કામીને કામમાં તકલીફ પડતી હતી એટલે મા-બાપની યાદ આવી.
માતા-પિતાને શહેર બોલાવે છે અને પછી કહે છે કે લગ્ન કરી લીધા છે. અને દીકરાનો જન્મ થયો છે પિતાએ દીકરાની ભૂલને માફ કરી દે છે. ત્યારે જયેશ કરે છે પિતા શહેરમાં મકાન લેવું છે અને તમારે પણ અમારી સાથે આવવાનું છે આ સાંભળીને બંને ખુશ થઈ ગયા શહેરમાં મકાન ની કિંમત વધારે હતી એટલે ગામડાનું મકાન અને જમીન વેચવા કહ્યું રાધાબેન ના પાડી પરંતુ ભોળાભાઈ દીકરાની ખુશી માટે હા પાડી દીધી.
રાહુલ ધીમે ધીમે મોટો થયો બંને પતિ-પત્ની કામ પર જતા હતા અને આખો દિવસ દાદા જોડે રમતો રાહુલ પોતાનું કામ જાતે કરતો થઈ ગયો એટલે કામિનીને સાસુ સસરા નડવા લાગ્યા. અને બન્નેને વૃદ્ધાશ્રમમાં મોકલી દે છે. રાહુલ દાદા-દાદીને મળવા વૃદ્ધાશ્રમમાં જતો હતો.
રાહુલ પણ લગ્ન કરી લે છે અને કામિની અને જયેશ પણ વૃદ્ધ થઈ ગયા હતા. રાહુલ અને તેની પત્ની સારા હતા તે બંને દાદા-દાદી ને મળવા જતા હતા. ઘરે પાછા આવવા પણ કહેતા પરંતુ તે ના પાડી દેતા હતા. જયેશ અને કામિની કોઈ દિવસ વૃદ્ધાશ્રમમાં મળવા પણ જતા ન હતા.
રાહુલ અને તેની પત્નીએ એક દિવસ જયેશ અને કામિની ને વૃદ્ધાશ્રમમા જતું રહેવા કીધું જયશે તેના પિતા સાથે જે કર્યું હતું તે તેને યાદ આવે છે. તે બંનેને વૃદ્ધાશ્રમ માં લઈને જાય છે. અને કહે છે જો આ લોકો ની કેવી હાલત છે તમે તો કોઈ દિવસ જોવા પડે આવ્યા ન હતા.
હવે તમે અહીં રહેશો અને દાદા દાદી ને હું ઘરે પાછા લઈ જઉં છું.જયેશ અને કામીની વૃદ્ધાશ્રમ માં બેઠા બેઠા પસ્તાવો કરી રહ્યા હતા.
નોંધ: નામમાં ફેરબદલ કરેલ છે.