કડી તાલુકાના નગરાસણ ગામ પાસે આવેલ નર્મદા કેનાલ પુલ જર્જરિત થતાં ડાયવર્ઝન આપવામાં આવ્યું છે
કડીથી જોટાણા રોડ ઉપર આવેલ નગરાસણ ગામ પાસે મેન નર્મદા કેનાલનો પુલ છેલ્લા ત્રણ દિવસથી જર્જરિત હાલતમાં હતો જ્યારે સ્થાનિક લોકોએ RMB ના અધિકારીઓને જાણ કરી હતી RMBના અધિકારીઓ નર્મદા ના અધિકારીઓને લેખિતમાં જાણ કરી હતી અને નર્મદાના ના અધિકારીઓએ આજરોજ બપોર બાદ નર્મદા બંધ કરીને ડાયવર્ઝન આપવામાં આવ્યુ હતુ.
આ વિશે નર્મદાના અધિકારી સાથે વાતચીત કરતા તેમણે જણાવ્યું હતુ કે નર્મદા પુલ જર્જરિત થયો છે અને ટૂંક સમયમાં તેની ચકાસણી કરીને રીપેરીંગ કરવાનું કામકાજ હાથ ધરવામાં આવશે ઘટનાની જાણ મામલતદાર કડી,કડી પીઆઇ,નગરાસણ તલાટી ઘટનાસ્થળે દોડી આવ્યાં હતાં