અયોધ્યામાં દિવાળી લઈને જોરશોરથી તૈયારીઓ ચાલી રહી છે. તેને લઈને અયોધ્યા પ્રશાસન પણ સંપૂર્ણ રીતે તૈયાર નજરે પડી રહ્યું છે. આ વખત સૌથી ખાસ જે આકર્ષણ અયોધ્યાના દીપોત્સવમાં નજરે પડશે આ બાબતે જાણી લો. પહેલી વખત ઉત્તર પ્રદેશની યોગી સરકારે દીપોત્સવના અવસર પર એરિયલ ડ્રોન શૉ આયોજિત કરવાની વાત કહી છે જે આ વખત અયોધ્યાના દીપોત્સવનું સૌથી ખાસ આકર્ષણ રહેશે. આ અવસર પર એક ન્યૂઝ ચેનલ સાથે અયોધ્યાના DM નીતિશ કુમારે વાતચીત કરી હતી.
તેમણે સંપૂર્ણ તૈયારીઓને લઈને જાણકારી આપી હતી. અયોધ્યામાં આ વખત દીપોત્સવને લઈને 12 હજાર વૉલંટિયર તૈનાત કરવામાં આવ્યા છે. સાકેત કૉલેજથી 13 ઝાખીઓ નીકળશે અને રામ કથા પાર્ક સુધી પહોંચશે. રામકથા પાર્ક પર રામ સિયાનું અવતરણ થશે. મંચન થશે ત્યારબાદ રામની પૈડી પર સાંજે 6 વાગ્યાથી કાર્યક્રમની શરૂઆત થશે. જેમાં લેસર શૉ થશે. બુધવારે રાજ્યના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પણ 2 વાગ્યે પહોંચી શકે છે ત્યારબાદ રામની પૈડી પર સરયૂ આરતી કરશે. દીપોત્સવ માટે અલગ અલગ જિલ્લાઓમાંથી દીવડા પણ મંગાવવામાં આવ્યા છે.
આ હશે ખાસ : ૯ લાખ દીવા અયોધ્યામાં દીપોત્સવ દરમિયાન પ્રગટાવવામાં આવશે.
અયોધ્યાના દરેક નાના મોટા મંદિરોને સજાવવામાં આવશે.
યુ.પીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પણ આયોજનમાં પહોંચશે.
૯ લાખ દીવા જ્યારે રામની પૈડી પર પ્રગટાવવામાં આવશે તો ગીનિઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ નોંધાશે.
અયોધ્યાના ૩૨ ઘાટ પણ દીવાના પ્રકાશથી પ્રકાશિત થશે.
સૌથી ખાસ આકર્ષણ, ૫૦૦ ડ્રોનથી નજરે પડશે રામાયણ.
3D હોલિગ્રાફીક શૉ, 3D પ્રોજેક્શન મેપિંગ અને લેસર અવાજ રામની પૈડી પર સરયૂ નદીના કિનારે આયોજિત થશે.