ગુજરાત રાજ્યમાં આફતના એંધાણ દ્વારકામાં દરિયો ગાંડાતૂર બન્યો છે, જાણો હવામાનની વિભાગની આગાહી

Latest News

હવામાન વિભાગ જણાવ્યા અનુસાર વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે વાતાવરણમાં અચાનક પલટો આવ્યો છે. જેને લઈને આગામી ૪૮ કલાકમાં ક – મોસમી વરસાદ થવાની સંભાવના છે. હવામાન વિભાગની આગાહી મુજબ દરિયામાં કરંટ જોવા મળ્યો. દ્વારકાના દરિયામાં ૮ થી ૧૦ ફૂટ ઊંચા મોજા જોવા મળ્યા,

હવામાન વિભાગે માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના અપાઈ છે. દરિયા કિનારાના નજીકના વિસ્તારમાં ઝડપી પવન ફૂંકાયા. આખા રાજ્યમાં આગામી ૨ દિવસ સુધી કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. જેની વચ્ચે દ્વારકાના દરિયા કિનારાના વિસ્તારોમાં ઝડપી પવન ફૂંકાતા દરિયામાં કરંટ જોવા મળી રહ્યો છે.આમ દરમિયામાં તેજ પવન સાથે કરંટને કારણે દરિયા કિનારાઓ પર 8થી 10 ફુટ ઉંચા મોજા ઉછળતાં જોવા મળ્યાં છે.

આગામી સમયમાં ૨૩ જાન્યુઆરીથી એક અઠવાડિયા દરમિયાન રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં કાતિલ ઠંડીનું મોજુ ફરી વળશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *