જગાણા ખાતે દિવ્યાગ બહેનોનો સિલાઈ તાલીમ વર્ગ પૂર્ણ થતાં તમામ બહેનો ને સિલાઈ મશીન વિના મૂલ્યે વિતરણ કરાયા.

Uncategorized

૧૬ માર્ચે ૨૦૨૨ના રોજ અંધજન મંડળ અમદાવાદ દ્વારા આયોજિત અને ઉષા ઈન્ટરનેશનલ અને આવાસ ફાઉન્ડેશનના સહયોગથી ભાગ્યભૂમિ નર્ભશ્વચંદ્ર પાશ્વૅધામ જગાણા ખાતે બનાસકાંઠા જિલ્લાની ૨૫ દિવ્યાગ બહેનો માટે સાત દિવસનો સિલાઈ વર્ગ તાલીમ પૂર્ણ થતાં સિલાઈ મશીન વિના મૂલ્યે દિવ્યાંગ બહેનોને અને સર્ટીફીકેટ આપવામાં આવ્યા હતા.

આ કાર્યક્રમના સમાપન પ્રસંગે બનાસકાંઠા જિલ્લા રોજગાર અધિકારી હિતેશભાઈ ગઢવી, લાયસન્સ કલબ પાલનપુરના પ્રમુખ લલિતભાઈ રાઠી,કનુભાઈ દવે, ભેમજીભાઈ ચૌધરી, રતીભાઈ લોહ,વાસુભાઈ મોદી, જેવા ખાસ અગ્રણીઓ હાજર રહ્યા હતા.

આ સાત દિવસની નિવાસી તાલીમને સફળ બનાવવા માટે અંધજન મંડળના કૉર્ડીનેટર વનરાજસિહ ચાવડા તેમજ રમેશભાઈ ઠાકોર અને તમામ સ્ટાફ મિત્રોના અથાગ પ્રયત્નોથી આ કાર્યક્રમ સફળતાપૂર્વક પાર પડયો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *