દિવાળી ના તહેવાર શરૂ થવાના બસ હવે થોડાક કલાક બાકી રહ્યા છે દિવાળીના પહેલા બધા લોકોના ઘરમાં સાફ સૂફાઈ કરવામાં આવતી હોય છે ધનતેરસના દિવસે માતા લક્ષ્મીને પૂજવા થી માતા લક્ષ્મી ખુદ આવીને આશીર્વાદ આપતા હોય છે તેમ માનવામાં આવે છે જે ઘરમાં સ્વચ્છતા હોય તે ઘર માં જ માતા લક્ષ્મી વાસ કરતા હોય છે માતા લક્ષ્મીને સાફ સુફાઈ અને રોશની ખુબ ગમતી હોય છે તેથી દિવાળીના પહેલા ઘરને સાફ કરવામાં આવે છે લક્ષ્મીજી આવી જગ્યાએ વાસ કરતા હોય છે જો તમે પણ માતા લક્ષ્મીના આશીર્વાદ મેળવ્યા માંગતા હોય તો વાસ્તુશાસ્ત્રમાં બતાવ્યા અનુસાર કેટલાક નિયમોનું અવશ્ય પાલન કરવું જોઈએ
વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરનો ઈશાન ખૂણો પ્રવિત્ર માનવામાં આવે છે વાસ્તુશાસ્ત્ર માં ઈશાન ખૂણા વિષે ઘણું બધું કહેવામાં આવ્યું છે ઘરમાં ઈશાન ખૂણા માં મંદિર અને રસોડું બનાવ્યામાં આવતું હોય છે ધનતેરસ અને દિવાળીના દિવસે ઈશાન ખૂણાને ખુબ યોગ્ય રીતે સાફ કરવો જોઈએ આ ખૂણામાં ખરાબ વસ્તુ રાખવી જોઈએ નહીં જો ઘરનો ઈશાન ખૂણો સાફ હોય તો માતા લક્ષ્મી અને ધનના દેવતા કુબેર ખુબ પ્રસન્ન થતા હોય છે તે ઘરમાં કોઈ દિવસ ગરીબી આવ્યા દેતા નથી
ઘરના બેઠક રૂમને પણ સ્વચ્છ રાખવો જોઈએ આ જગ્યાને હંમેશા ખુલ્લી અને બહારની હવા અંદર આવે તેવી રીતે રાખવી જોઈએ આ જગ્યા એ કોઈ તુટીલે કે ખરાબ વસ્તુ રાખવી જોઈએ નહીં આ જગ્યા એ કોઈ તૂટેલી કે ખરાબ વસ્તુ હોય તો તેને બને એટલું જલ્દી ત્યાંથી બીજે જગ્યાએ મુકવાનો પ્રયત્ન કરવો જોઈએ
ઘરની પૂર્વ દિશાને ને તો ખાસ સાફ કરવી જોઈએ સૂર્ય પણ પૂર્વ દિશામાં ઉગે છે જો સૂર્યના કિરણો સવારે ઘરમાં પડે તો ઘરમાં સકારાત્મક ઉર્જામાં વધારો થાય છે ધનતેરસ કે દિવાળીના દિવસે સવારમાં ઉઠીને ઘરની પૂર્વ દિશા સાફ કરવી જોઈએ જે ઘરમાં આખું વર્ષ સ્વછતા રહેતી હોય તે ઘરમાં માતા લક્ષ્મી પોતાની કૃપા વરસાવતા હોય છે