દિવાળીના તહેવારના થોડા સમય પહેલા ઘરને સાફ કરવામાં આવતું હોય છે જ્યાં સ્વછતા હોય તે ઘરમાં માતા લક્ષ્મી વાસ કરતા હોય છે એવું માનવામાં આવે છે કે ધનતેરસના દિવસે માતા લક્ષ્મી ઘરમાં વાસ કરવા માટે આવતા હોય છે હિન્દૂ ધર્મમાં દિવાળીના તહેવારને ખૂબ ધામ ધૂમ થી ઉજવામાં આવતો હોય છે દિવાળી નો સમય માતા લક્ષ્મીને પ્રસન્ન કરવા માટે તમને ગમતી વસ્તુઓ થી ઘરનો મુખ્ય દરવાજાને સજાવ્યો જોઈએ તેમ કરવાથી માતા લક્ષ્મી આખા વર્ષ દરમિયાન તેમની કૃપા વરસાવતા રહે
ઘરના મુખ્ય દ્વારની બન્ને બાજુ એ સાથિયો દોરવો જોઈએ હિન્દૂ ધર્મમાં સાથિયા ના ચિન્હ ને ખુબ પવિત્ર માનવામાં આવે છે દરેક શુભ કાર્યની શરૂઆતમાં સૌપ્રથમ સાથિયાના ચિહ્નને દોરવામાં આવે છે દિવાળીના તહેવારમાં સાથિયાના ચિહ્નને દોરવું ખુબ જરૂરી છે તેમ કરવાથી માતા લક્ષ્મી પ્રસન્ન થતા હોય છે તેમજ ઘરમાં નકારત્મક ઉર્જા ઘરમાં પ્રવેશ કરતી નથી સાથિયો ઘરની અંદર સકારત્મક ઉર્જા વધારવાનું કામ કરે છે
ઘરના મુખ્ય દરવાજા માં આસોપાલવનું તોરણ બાંધવું જોઈએ માતા લક્ષ્મીની કૃપા વરસાવા માટે ધનતેરસના દિવસે દરવાજામાં આસોપાલવનું તોરણ બંધાવું જોઈએ આસોપાલવના તોરણને દરેક શુભ કર્યામાં લગાવામાં આવે છે આસોપાલવના પતાના તોરણ નું મહત્વ પ્રાચીન સમયથી ચાલતું આવ્યું છે ધનતેરસના દિવસે દરવાજા પર આસોપાલવનું તોરણ લગાવ્યું જોઈએ
ઘરના મુખ્ય દરવાજાની વચ્ચે રંગોલી બનાવવી જોઈએ આમ જોવામાં આવે તો દિવાળીના તહેવારમાં ઘરના મુખ્ય દરવાજા માં અલગ અલગ રંગ પુરી સુંદર રંગોલી બનાવામાં આવતી હોય છે દિવાળીમાં રંગોલી બાનવવી તેની પાછળ પણ એક ધાર્મિક મહત્વ રહેલું છે રંગોળી ની અંદર જો સાથિયાનું ચિન્હ બનાવામાં આવે તો માતા લક્ષ્મીનું જયારે તમારા ઘરમાં પ્રવેશ કરવા માટે આવે ત્યારે તે જોઈને ખુબ ખુશ થાય છે અને માતા લક્ષ્મી તેમની કૃપા વરસાવા લાગે છે