દિવાળીના તહેવારમાં માતા લક્ષ્મી અને ભગવાન ગણેશને પૂજા અર્ચના કરવામાં આવતી હોય છે આ સમયે માતા લક્ષ્મી અને ભગવાન ગણેશની પૂજા કરવામાં આવે તો તમારા ઘરમાં સદાય સુખ-સમૃદ્ધિ આવે છે દિવાળી ની પૂજા માં માતા લક્ષ્મી અને ભગવાન ગણેશને નવી મૂર્તિ સ્થાપિત કરવામાં આવતી હોય છે આ પૂજા પછી ઘરની અંદર રહેલી જુની પ્રતિમાઓને વિદાય આપતા સમયે વાસ્તુશાસ્ત્રના નિયમો નો ખૂબ જ ધ્યાન રાખવું જોઈએ
દિવાળી ની પૂજા મા માતા લક્ષ્મી અને ભગવાન ગણેશની નવી મૂર્તિ સ્થાપિત કરવામાં આવતી હોય છે પણ પૂજા પછી જૂની મૂર્તિઓનું શું કરવું જોઈએ તેના વિશેની જાણકારી કોઈ વ્યક્તિ જોડે હોતી નથી જાણકારી ના અભાવ ના લીધી ઘણા લોકો ખૂબ મોટી ભૂલો કરી બેસતા હોય છે અને તેનું પરિણામ પોતાના પરિવાર એ ભોગવવું પડતું હોય છે
દિવાળીના બે ત્રણ દિવસ પછી જૂની પ્રતિમા ને શ્રદ્ધાપૂર્વક પ્રણામ કરીને જૂની પ્રતિમા ની જગ્યાએ નવી પ્રતિમા બિરાજમાન કરવી જોઈએ તેના પછી જૂની પ્રતિમા ને એક સ્વચ્છ કપડામાં લપેટની મૂકવી જોઈએ જ્યારે તમને સમય મળે તે દિવસે આ જૂની પ્રતિમા ને ચોખ્ખી નદી કે તળાવના પાણીમાં વિસર્જન કરવું જોઈએ જો તળાવનું પાણી કે નદીનું પાણી ગંદકી વારું હોય તો તે પાણીની અંદર મૂર્તિઓનું વિસર્જન કરવું જોઈએ નહીં
જો તમારી આસપાસ નદી કે તળાવ ન હોય તો મૂર્તિઓને કોઈ એક જગ્યાએ જમીનમાં ખાડો ગોડી ને તેમાં સમાધિ આપી શકો છો જૂની પ્રતિમાઓને આવી રીતે વીદાય આપવું તેને ભૂમિ વિસર્જન પણ કહેવામાં આવે છે એક વાતનું ખાસ ધ્યાન રાખવું કે જે જગ્યાએ તમે ખાડો ગોડો છો તે જગ્યા ગંદકી વાળી ના હોવી જોઈએ તમે આ બે રીતના જૂની મૂર્તિઓ ને વિદાય આપી શકો છો