બોર ઓપરેટર દ્વારા નાણાં ઉઘરાવતા હોવાની આક્ષેપ
તાજેતર માં દિયોદર તાલુકા ના જાલોઢા ગ્રામ પંચાયત માંથી વિભાજન વિભાજન થઈ અલગ થઈ છે ત્યારે નવાપુરા ગામ માં ઉનાળા ની શરૂઆત થઈ છે તે પહેલા પાણી ની વિકટ સમસ્યા સર્જાઈ છે જેમાં નવાપુરા ના અનેક લોકો ને નાણાં ન ચૂકવે તો પણ પાણી આપવામાં આવતું ન હોવાથી લોકો બેબાકળા બન્યા છે ત્યારે દિયોદર ના નવાપુરા ગામે 2500 થી 3000 હજાર વસ્તી ધરાવતું આ ગામ છે.
જેમાં વર્ષો થી આ ગામ માં પાણી બોર બંધ છે જેમાં જસાલીથી પાણી પુરવઠા વિભાગ દ્વારા ગામને પાણી પોહચડવામાં આવે છે પરંતુ ઘણી વાર લોકો ને ટાઈમ સર પાણી ના મળતું હોવાના કારણે ઘણી મુશ્કેલીઓ વેઠવી પડે છે એટલુંજ નહીં પણ ગામ માં બોર ઓપરેટર દ્વારા પાણી માટે નાણાં પણ ઉધરાવવામાં આવતા હોવાની રાવ ઉઠી છે.
જેમાં સ્થાનિક લોકો અને ખેતર માં વસવાટ કરતા લોકો ત્રાહિમામ બન્યા છે જેમાં ભર ઉનાળા માં પાણી ન મળતા લોકો દૂર દૂર જઈ પાણી ભરે છે તો આ બાબતે સત્વરે તંત્ર દ્વારા યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ સ્થાનિક લોકો કરી રહ્યા છે.