મિત્રો ભૂલથી પણ આ કામ કરીને પૂજામાં ન બેસવું જોઈએ. પૂજા એક એવી વસ્તુ છે જે કરવાથી ભગવાન પ્રસન્ન થાય છે. જોડે જોડે માણસનું મન પણ શાંત થાય છે અને મનમાં સારા વિચારો ઉત્પન્ન થાય છે. જ્યારે કોઈ વ્યક્તિ ખરાબ કામ કરે છે ત્યારે મન પણ શાંત નથી હોતું અને ખરાબ કામ કર્યા પછી મનમાં ખરાબ વિચાર જ આવતા હોય છે. દરેક હિંદુ ધર્મ વારા ઘરોમાં દરરોજ ભગવાનના પૂજાપાઠ થતાં હોય છે. ઘરની અંદર પૂજા પાઠ કરવા ના ઘણા ફાયદા છે તેનાથી ઘરની અંદર શાંતિ જળવાઈ રહે છે.
પરંતુ તમે પૂજામાં બેસતા હોય તેના પહેલા અમુક વિશેષ વાતોનું ધ્યાન રાખવું જોઈએ. તમે અમુક એવા કામ કરીને પૂજામાં બેસતા હોવ છો તો તમે પાપના ભાગીદાર બની શકો છો. તે વસ્તુ તમારા માટે નુકસાનકારક સાબિત થઈ શકે છે. માટે આ કામ કર્યા પછી પૂજામાં ભૂલથી પણ ન બેસવું જોઈએ.
સૌચક્રિયા કર્યા પછી પૂજામાં ન બેસવું જોઈએ મોટાભાગે આપણે સૌચ કર્યા પછી સ્નાન કરીને જ પૂજામાં બેસતા હોઈએ છીએ. પૂજા માં બેસતા પહેલા સ્નાન કરવું ખૂબ જ જરૂરી છે તેને આપણા હિન્દુધર્મમાં પવિત્ર માનવામાં આવે છે.
લડાઈ ઝઘડા કર્યા પછી પૂજામાં ન બેસવું જોઈએ. પૂજા હંમેશા શાંત મનથી કરવામાં આવે છે. પૂજા કરવા માટે ક્યારેય પણ ગુસ્સાવાળા મનથી ન બેસવું જોઈએ. તમે કોઈની જોડે લડાઈ કે ઝઘડા કરું છું તો તમારું મન વિચલિત થઈ જતું હોય છે તે સમયે તમારું ધ્યાન પૂજામાં પૂરેપૂરું નથી રહેતું. જો તમે આવું કર્યા પછી પૂજા પાઠ કરવા દે છો છો તો તેનું ફળ તમને મળતું નથી કારણકે ભગવાન ગુસ્સા વાળા લોકોથી નારાજ થઈ જાય છે.
જો તમે ગંદકી વાળું કામ કર્યું હોય તો તે પછી પૂજા પાઠ ન કરવા જોઈએ. જો તમે એવું કામ કરો છો ત્યારે તમારું શરીર અને કપડા ગંદા થઈ ગયા હોય ત્યારે પૂજામાં ન બેસવું હિતાવત છે. જો તમે બેસવા માંગતા હોવ તો સ્નાન કરી લો અને ચોખ્ખા કપડા પહેરી લો પછી પૂજા નો ભાગ બનો. કોઈ સ્ત્રી કે પુરુષ સાથે મિલાપ કર્યા પછી પૂજા ન કરવી જોઈએ જો તમે પૂજા કરવા માગતા હોવ તો તમારી શુદ્ધ વિચારો સાથે પૂજામાં બેસવું જોઈએ.
જો તમે માંસાહારી ભોજન કરતા હો તો જે દિવસે તમે માંસાહારી ભોજન કર્યું હોય તે દિવસે પૂજામાં ન બેસવું જોઈએ. જો તમે આવી ભૂલ કરો છો તો તે તમારા માટે નુકસાનકારક સાબિત થઈ શકે છે. ભગવાનને દરેક જીવ પ્યારા હોય છે જો તમે નોનવેજ ખાવ તો પ્રભુ નારાજ થતા હોય છે. જો તમે કોઈ ખાસ પૂજા કરી રહ્યા હોય તો તે દિવસે માંસાહારી ખોરાકથી દૂર રહેવું જોઈએ.