આ દુનિયા ઉપર સૌથી વફાદાર પ્રાણી કૂતરો છે.તે પોતાના માલિક પ્રત્યે ખુબ વફાદાર હોય છે.એક માણસ પોતાની જોડે બેસીને ખાય તો પણ તે ગદારી કરતો હોય છે.કૂતરાને તેનો માલિક ખાવા ના આપે તો પણ તે બીજાની રોટલી ખાતો નથી.કૂતરો એક વખત જેની રોટલી ખાઈએ તેની સાથે તે કોઈ દિવસ ગદારી કરતો નથી કૂતરો એક પાલતુ પ્રાણી છે.કૂતરાની વફાદારી જોઈને લોકો તેને ઘરમાં પારે છે.બિલાડી પણ એક પાલતુ જાનવર છે ઘણા લોકો બિલાડી પાળવાનો શોખ પણ રાખતા હોય છે.
જો તમે એક દિવસ કૂતરાને રોટલી ખવડાવશો તો તે કૂતરો આખી જિંદગી તમારી આગળ તેની પૂંછડી હલાવશે એટલે કે જયારે કૂતરો ખુશ થાય એટલે તે પોતાની પૂંછડી હલાવે છે.કૂતરો એક સાચો દોસ્ત પણ છે.તે મુશ્કેલીમાં પોતાના માલિક ને મૂકીને જતો રહેતો નથી
મિત્રો તમને ઘણી વખત વિચાર આવતો હશે કે કૂતરો રાત્રે કેમ વધારે ભસે છે.કૂતરો રાત્રે રડે તેને અપશુકન કેમ માનવામાં આવે છે.આપણા દાદા એવું કહેતા હતા જયારે કૂતરો રડે ત્યારે અપશુકન થાય છે અને કોઈ ના મુત્યુ થવાના સમાચાર આવશે એવું કહેતા હતા ઘણા લોકોનું એવું કેવું છે કૂતરો પ્રેત આત્માને જોઈ શકે છે.ભવિષ્યમાં આવતા કુદરતી આફતની તેમને ખબર પડી જતી હોય છે.
જયારે કૂતરો રાત્રે રડે ત્યારે બધા લોકો એવું વિચારતા હોય છે આજે કોઈક નું મુત્યુ થવાનું છે.પણ ક્યારેક આ વાત ખોટી પણ પડતી હોય છે.વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ થી જોવામાં આવેતો એવું કઈ હોતું નથી.કૂતરાને રડવું એ વૈજ્ઞાનિક ભાષામાં હાઉલ કહેવામાં આવે છે.ભેડિયા એક બીજાને સંદેશો આપવા હાઉલ કરે છે તેવીજ રીતે કુતરા પણ હાઉલ કરે છે. દરેક પશુ પંખી પોતાનો વિસ્તાર નક્કી કરતા હોય છે.અને જો તે વિસ્તારમાં બીજું આવે તો તેની જાણ બીજા સાથીઓને કરવા માટે કુતરા હાઉલ કરવાનું ચાલુ કરે છે જેને આપણે રડવાનું કહીયે છીએ
કુતરા પોતાનો દર્દ ગુસ્સો વગેરે જતાવા હાઉલ કરતા હોય છે. જયારે કોઈ અજાણી વ્યક્તિ પોતાની આસપાસ દેખાય એટલે તે હાઉલ કરવાનું ચાલુ કરી પોતાના માલિકને જગાડવાનો પ્રયત્ન કરતો હોય છે.