ધામધૂમથી કરવામાં આવ્યા કુતરા અને કૂતરીના લગ્ન માણસ બન્યા વરઘોડા નો હિસ્સો

Uncategorized

આજ કાલ માણસ ના લગ્ન થવા એ સામાન્ય વાત છે. પરંતુ જયારે કોઈ જાનવર ના લગ્ન ધામધૂમ થી થાય છે તો લોકો દંગ રહી જાય છે. ઈંગ્લેન્ડમાં કંઈક એવું જ થયું છે. જ્યો ન માત્ર કુતરા- કુતરી ના લગ્ન કરવામાં આવ્યા પરંતુ આ લગ્ન સમારોહ માં ૧૦૦ થી વધુ લોકો સામેલ થયા હતા.મહેમાનોમાં વ્યક્તિઓની સાથે તેમના કુતરાઓ પણ સામેલ થયા હતા. અસલ માં જે બે કુતરાઓના લગ્ન થયા છે તેમના નામ પર્સી અને મેબલ છે.


બંનેની મુલાકાત એક પાર્કમાં થઈ હતી, જ્યાં પહેલી નજરમાં જ બંનેને એકબીજા સાથે પ્રેમ થઈ ગયો હતો. બંનેની ઉંમર બે વર્ષની છે અને તે દર અઠવાડિયે પ્રેમથી એકબીજાની સાથે રમતા કલાકો સાથે પસાર કરે છે. તેવામાં તેમના માલિકોએ બંનેના લગ્ન કરવાનું નક્કી કર્યું હતું. હાલમાં જ બંનેના લગ્ન કરાવવામાં આવ્યા હતા, જેમાં 80 માણસો અને 30 કૂતરાઓ પણ સામેલ હતા. લગ્નમાં મેલ અને ફીમેલ કૂતરાની જોડીને સ્પેશિયલ ડ્રેસ પણ પહેરાવવામાં આવ્યો હતો.


મિરર ન્યૂઝ પ્રમાણે, ફીમેલ ડોગ પર્સીની 24 વર્ષની માલકિન ડેની ક્લાર્કે કહ્યું કે મેલ ડોગ મેબલની માલિક 59 વર્ષની જૂલી ગુડોલે પણ આ અનોખા લગ્નનું આયોજન કરવા માટે કહ્યું હતું. જેના પર તેમણે પણ સહમતિ આપી દીધી હતી.ડેની ક્લાર્કના કહેવા પ્રમાણે, લગ્નનું આયોજન નક્કી કર્યા પછી યોર્કશાયરમાં અમે લગ્નની પાર્ટીમાં જવા માટે BMW કારથી પર્સી અને મેબલને લઈને વેન્યુએ પહોંચ્યા હતા. આ દરમિયાન અમારા 80 મહેમાનો પણ આવી ગયા હતા. એટલું જ નહીં આ લગ્નમાં 30 સારી જાતિના કૂતરાઓને પણ લાવવામાં આવ્યા હતા.


કૂતરાના લગ્ન ઘણા ધામધૂમથી કરવામાં આવ્યા હતા, જેમાં લોકો માટે ડિનર અને કૂતરાઓ માટે અલગ જગ્યાની વ્યવસ્થા પણ કરી હતી. પાર્ટીના હોલને ઘણો સારી રીતે ડેકોરેટ કરવામાં આવ્યો હતો. કેક, ડ્રિંક્સ, ખાવાનું, સંગીતની સાથે લોકોએ ઘણી ધમાલ મસ્તી કરી હતી.


બંનેના લગ્ન પછી કેક કાપવાની સેરેમની પણ રાખવામાં આવી હતી. જેમાં તે બંનેના સ્ટેચ્યુ સાથે કેક બનાવવામાં આવી હતી. બંનેના લગ્ન દરમિયાન તેમના માલિકો ભાવુક થયેલા જોવા મળ્યા હતા. કૂતરાના આ અનોખા લગ્નના ફોટા હાલમાં સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહ્યા છે. લોકોને આ અનોખા લગ્નના ફોટા ઘણા પસંદ આવ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *