ભારત એક ધાર્મિક દેશ છે ભારતમાં નાના-મોટા અસંખ્ય મંદિરો આવેલા છે આ દરેક મંદિરમાં અલગ-અલગ દેવી-દેવતાને પૂજવામાં આવે છે. ભારતમાં આવેલા આ મંદિરો દેશ-વિદેશમાં ખૂબ નામ ધરાવે છે ભારતમાં આવેલા મંદિરો ખૂબ પ્રાચીન અને ઐતિહાસિક માનવામાં આવે છે આજે હું તમને એક પવિત્ર અને ચમત્કારિક મંદિર વિશે જણાવીશ.
હિન્દુ ધર્મમાં કોઇપણ કાર્યની શરૂઆતના પહેલા ગણેશજીને યાદ કરવામાં આવે છે એવું કહેવાય છે કે ગણેશજી વિઘ્નહર્તા તેથી તેમની કોઈપણ કાર્યની શરૂઆતના પહેલા ગણેશજીની પૂજા-અર્ચના કરવામાં આવતી હોય છે આજે હું તમને ગણેશજીના એક એવા મંદિર વિશે જણાવી જ્યાં તમે માગેલી મનોકામના માત્ર એક મહિનાની અંદર પૂર્ણ થઈ જતી હોય છે.
ગણપતિદાદાનું આ ચમત્કારિક મંદિર મહારાષ્ટ્ર રાજ્યના પુણે શહેરમાં આવેલું છે મંદિરમાં ગણપતિ દાદાના દર્શન કરવા માટે દેશ વિદેશથી ભકતો આવતા હોય છે અહીં આવનાર ભક્તોનું એવું માનવું છે કે મંદિરમાં માગેલી માનતા માત્ર એક મહિનાની અંદર પૂર્ણ થઈ જતી હોય છે.
આ મંદિરને શ્રી દગડુશા ગણપતિ મંદિર તરીકે ઓળખવામાં આવે છે આ મંદિરની સ્થાપના એક વેપારી દ્વારા તેમના દુઃખો દૂર કરવા માટે કરવામાં આવી હતી ગણપતિ દાદાની મૂર્તિની સ્થાપના પછી વેપારીના જીવનમાં આવેલી તમામ મુશ્કેલીઓ દૂર થઈ ગઈ હતી સમય જતાં અહીં આવનાર ભક્તોની સંખ્યામાં મોટો વધારો જોવા મળ્યો અહીં આવનાર તમામ ભક્તોની મનોકામનાઓ ભગવાન ગણેશ પૂર્ણ કરતા હોય છે ભગવાન ગણેશનું આ મંદિર ખૂબ જ ચમત્કારિક મંદિર છે મંદિરની અંદર ભગવાન ગણેશ સાક્ષાત સ્વરૂપે બિરાજમાન હોય છે જે આવનાર તમામ ભક્તોની મનોકામના માત્ર ૩૦ દિવસની અંદર પૂર્ણ કરતા હોય છે.