જો તમે ઘરના પ્રવેશદ્વાર પર આમાંથી કોઈ પણ વસ્તુ રાખી હોય તો ક્યારેય પણ સુખ સમૃદ્ધિ નથી વધતી. ધન આવવામાં મુશ્કેલીઓ પડે છે. માતા લક્ષ્મી તે ઘરમાં પ્રવેશ નથી કરતા. તે ઘરના લોકો હંમેશા ચિંતિત હોય છે.દુઃખી રહે છે અને સમસ્યા રોકવાનું નામ નથી લેતી. તો આપણે જાણીએ કે ઘરમાં સુખ , શાંતિ અને સમૃદ્ધિ કેવી રીતે જળવાઈ રહે.
જે ઘરનો મુખ્યદ્વાર હોય છે તે ઘરનું પ્રમુખ સ્થાન કહેવાય છે. તેજ મુખ્યદ્વાર ના માધ્યમ થી ઘરમાં સારી કે ખરાબ શક્તિ ઘરની અંદર પ્રવેશ કરતી હોય છે. મુખ્યદ્વાર નું વસ્તુ યોગ્ય ના હોય અથવા તો દ્વાર ની આજુબાજુ અયોગ્ય વસ્તુ મુકાઈ ગઈ હોય તો તે ઘરની અંદર નકારત્મક ઉર્જા પેદા કરે છે. સૌથી પેલું કામ કે પ્રવેશદ્વારની સાફ સફાઈ રાખવી જોઈએ. કોઈ પણ પ્રકારનું અવરોધરૂપ વસ્તુ પ્રવેશદ્વાર પર ના હોવું જોઈએ. પ્રવેશદ્વાર પર શુભ લાભ લખવું અને ત્યાં સવારે સ્નાન કાર્ય પછી ગંગાજર છાંટવું તેનાથી માતા લક્ષ્મી ખુશ થાય છે. પ્રવેશદ્વાર પર ક્યારેય અંધારું ન હોવું જોઈએ.
જો તમે ઘરની બહાર ગણેશજી ની ટાઇલ્સ અથવા ફોટા લગાવો છો તે સારું કહેવાય પણ ગણેશજી નું મોં ઘરની બહાર રહે છે અને પીઠ પાછળ ની બાજુ રહે છે પરંતુ, ગણેશજી નું મોં ઘરની અંદરની બાજુ રહે તે ખુબ જ સારું કહેવાય છે. તમે ઘરની બહાર લક્ષમી માં ની ચરણ પાદુકા લગાવો છો તો એવી રીતે લગાવો કે તે ઘરની અંદરની બાજુ જતી હોય.
તમે ઘરની બહાર છોડ રાખો છો તો તેમાં ખાસ ધ્યાન રાખજો જો તમે કાંટા વારા છોડ લગાવો છો તો તે પ્રવેશદ્વાર પર ના લાગવા જોઈએ. વસ્તુદોષ ને દૂર કરવા માટે ઘરના મેઈન દ્વાર પર તુલસી નો છોડ જરૂરથી રાખવો જોઈએ.
તુલસી નો છોડ જે ઘરના પ્રવેશદ્વાર પર હોય છે ત્યાં સકારત્મક ઉર્જા પેદા થાય છે. પ્રવેશદ્વારનો દરવાજો લાઈટ કલર નો હોવો જોઈએ એટલે કે સિલ્વર કે ગોલ્ડન રંગ હોવો જોઈએ. અને હા બીજું કે દરવાજા ને ખોલતી વખતે કે બંધ કરતી વખતે તેમાંથી અવાજ ન નીકરવો જોઈએ તેનાથી નકારાત્મક ઉર્જા પેદા થાય છે. મેઈન દ્વાર થી તે ઘરની અંદર પ્રવેશ કરે છે તો તેને બહુ જલ્દી સરખું કરાવી લેવું જોઈએ