રાહતના સમાચાર/ હવે આ તારીખ સુધી માન્ય ગણાશે ડ્રાઈવીંગ લાઇસન્સ, પીયુસી સર્ટીફીકેટ જેવા દસ્તાવેજો.

Uncategorized

સરકારે કોરોના મહામારીનાં કારણે દેશના કરોડો વાહન માલિકોને રાહત આપી છે. મોટર વ્હીકલ સંબંધિત દસ્તાવેજો જેમ કે ડ્રાઇવિંગ લાઇસન્સ (DL), રજીસ્ટ્રેશન સર્ટીફીકેટ (RC), પરમિટ વગેરેની માન્યતા 30 સપ્ટેમ્બર, 2021 સુધી લંબાવવામાં આવી છે. એટલે કે જો આવા ડોક્યુમેન્ટ વેલીડીટીની તારીખ પુરી થઈ ગઈ હોય, તો પણ વાહન માલિકોને કોઈ સમસ્યાનો સામનો કરવો નહિ પડે. ફક્ત જૂના દસ્તાવેજોને 30 સપ્ટેમ્બર સુધી માન્ય ગણવામાં આવશે. પરંતુ તે પછી આ ડોક્યુમેન્ટ રિન્યુ કરવાના રહેશે.

શું કહ્યું મંત્રાલયે: સૂત્રોના જણાવ્યા અનુસાર, માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલયે એક નિવેદનમાં કહ્યું હતું કે ‘આમાં તે તમામ દસ્તાવેજોનો સમાવેશ થશે જેની માન્યતા 1 ફેબ્રુઆરી, 2020 ના રોજ સમાપ્ત થઈ ગઈ છે અથવા 30 સપ્ટેમ્બર, 2021 સુધીમાં સમાપ્ત થવાની છે.

આ પહેલા પણ સરકારે ડોક્યુમેન્ટ વેલીડીટી ની તારીખ 30 જૂન સુધી વધારી દીધી હતી. મંત્રાલયે તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને આ એડવાઈઝરીનું પાલન કરવા કહ્યું છે, જેથી સામાન્ય લોકો અને ટ્રાન્સપોર્ટરોને આ મુશ્કેલ સમયમાં કોઈ પણ પ્રકારની સમસ્યાનો સામનો ન કરવો પડે.

ડોક્યુમેન્ટની માન્યતા મોટર વ્હીકલ એક્ટ 1988 અને સેન્ટ્રલ મોટર વ્હીકલ્સ રૂલ્સ 1989 હેઠળ તારીખ લંબાવવામાં આવી છે. હવે દેશમાં કોરોનાની બીજી લહેર અંતના આરે છે, પરંતુ ઘણા રાજ્યોમાં જુદા જુદા પ્રકારના નિયંત્રણો લાગુ છે. દેશમાં કોરોનાના પીક ટાઇમ દરમિયાન, દરરોજ લગભગ 4 લાખ કેસ આવવા લાગ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *