મોટા ભાગ ના લોકો કમર ના દુખવા પગના દુખાવા કે પછી હાડકા ના જોઈન્ટ ના દુખાવા થી પીડાતા હોય છે જેમ ઉંમર વધતી જાય તેમ શરીર કમજોર થતું જાય છે અને તેના લીધે શરીર ના અમુક ભાગોમાં દુખાવાની શરૂયાત થાય છે આ બધા દુખાવાનું મુખ્ય કારણ કેલ્શિયમ ની ઉણપ હોય છે કેલ્શિયમ ની ઉણપ ને કારણે હાડકા કમજોર પડે છે તેના લીધે શરીર માં હાડકાને લગતા રોગોનું સર્જન થાય છે તો તેના નિવારણ માટે આજે હું તમને કેટલીક ટિપ્સ વિષે માહિતી આપીશ જેનાથી શરીર ની અંદર કેલ્શિયમ ની ઉણપ નહીં થાય.
બદામ એ શરીરની મજબૂતી,યાદશક્તિ,પાચનશક્તિ અને આંખની રોશની વઘરવાનું કાર્ય કરે છે બદામ વિટામિન થી ભરપૂર હોય છે એક બાઉલ માં ચાર પાંચ બદામ લ્યો અને તેને પાણી અંદર પાલરો તેને થોડા ટાઈમ માટે રહેવ્ય દયો પાણી નીઅંદર બદામ ને પલારવાથી બદામ માં પોષક તત્વો માં વધારો થાય છે અને રોજ ખાવાથી શરીર ભરપૂર માત્રામાં વિટામિન મળી રહે છે તેનાથી ત્વચા પણ ચમકદાર થવા લાગે છે અને બાલ પણ તૂટવાના બંધ થઇ જાય છે બદામ બાલ મૂળ મજબૂત કરવાનું પણ કાર્ય કરે છે બદામ ને દૂધ ના જોડે ગરમ કરીને પણ લઈ શકાય છે તેમ કરવાથી શરીર ની અંદર તાકાત આવે છે અને સાંધાના દુખાવા પણ ઓછા થતા જાય છે.
આમ જોવા માં આવે તો તલ બે પ્રકારના જોવા મળે છે એક સફેદ તલ અને બીજા કાલા તલ તમે બંને તલ ની ઉપયોગ કરી શકો છો તલ ને કાચા ન ખાવા જોઈએ તેને થોડા સેકીને ખાવા જોઈએ અને તેનો પાવડર બનાવીને પણ રોજ એક ચમચી સવારે દૂધ સાથે લઈ શકો છો અથવા તો ગરમ પાણી સાથે પણ લઈ શકો છો તલ અને બદામ બંને માં ભરપૂર માત્રા માં કેલ્શિયમ હોય છે જે હાડકા માટે ખુબજ જરૂરી છે તલ માં ઝીંક કોપર મેગ્નેશિયમ આયર્ન વગેરે જેવા તત્વો રહેલા હોય છે તલ એ હાડકા મજબૂત કરે છે. આ બંને વસ્તુ નો થોડા દિવસ સુધી પ્રયોગ કરવાથી તમારા શરીર ના સાંધાનો દુખાવો જરૂર ઓછો થશે.
ખાસ નોધ: અમારી વેબસાઇટ ઉપર આપેલા બધા જ સ્વસ્થ રહેવાના, નેચરલ, આયુર્વેદિક નુસ્ખા એ દરેક માટે ફાયદાકારક સાબિત થાય તે જરૂરી નથી કારણ કે બધા ના શરીર ની પ્રકૃતિ અલગ અલગ હોય છે. મોટાભાગ ની અહિયાં આપેલી ટિપ્સ નુકસાનકારક નથી હોતી તો પણ તમારે એક વાર ડોક્ટર ની સલાહ લઈ આ નુસ્ખા અપનાવા.