તમે બધાએ શેકેલા ચણા તો ખાધા જ હસે પણ મોટાભાગના લોકો તેના ફાયદાઓ વિશે નહી જાણતા હોય. શેકેલા ચણા માં પ્રોટીનની ની માત્રા ખૂબ વધારે હોય છે. માટે જે લોકો ડાયટ પર હોય તેઓ તેમના ભોજનમાં ચણાને સામેલ કરતા હોય છે. દરરોજ જો શેકેલા ચણાનું સેવન કરવામાં આવે તો સ્વાસ્થ્ય સંબંધી ઘણા રોગોમાંથી છુટકારો મેળવી શકાય છે.
જે લોકો પોતાનું શરીર ઓછું કરી રહ્યા હોય તેઓ પણ તેમના ખોરાકમાં શેકેલા ચણાને સામેલ કરી શકે છે. ચણાની નિયમિત રૂપે ખાવામાં આવે તો ડાયાબિટીસ કંટ્રોલમાં રહે છે. તે સિવાય તે હૃદય રોગ માટે પણ ફાયદાકારક છે. બીજું કે ચણાના સેવનથી હાડકા મજબૂત બને છે. એક્સપર્ટનું એવું માનવું છે કે શેકેલા ચણા ખાવાથી ઘણી બધી સમસ્યાઓમાંથી રાહત મળે છે. જેને આયર્નની ઉણપ હોય તેને ચણા સાથે ગોળ ખાવો જોઈએ.
શેકેલા ચણામાં કેલ્શિયમ, આયર્ન, પ્રોટીન, મિનરલ્સ, કાર્બોહાઈડ્રેટ જેવા ઘણા અન્ય વિટામિન્સ છે. દરરોજ એક મુઠી ચણા ખાવાથી શરીરની ખૂબ મજબૂતાઈ મલે છે.
શેકેલા ચણા ખાવાથી શરીરની ઇમ્યુનિટી સ્ટ્રોંગ કરી શકાય છે. તેનાથી આપના શરીરની ઈમ્યૂન સિસ્ટમને મજબૂત બનાવી શકાય છે. બીજું કે તે હાડકાનો મજબૂત રાખે છે કારણ કે તેમાં કેલ્શિયમ ભરપૂર માત્રામાં હોય છે. કેલ્શિયમ માટે ચણા ખૂબ સારા માનવામાં આવે છે.
પુરુષોમાં કામનો બોજ વધુ રહેતો હોય છે માટે તેમની શારીરિક ક્ષમતા વધારવા માટે તે ઉપયોગી સાબિત થાય છે. શેકેલા ચણા કામ કરવાની ક્ષમતામાં વધારો કરે છે અને શરીરનો થાક દુર કરે છે.
એક મુઠ્ઠી જેટલા ચણા સવારમાં દૂધની સાથે ખાવાથી ઘણા પ્રકારની કમજોરી દૂર થઈ જાય છે. જો કોઈને લોહીની ઉણપ હોય તો ચણાની સાથે ગોળ પણ ખાવો જોઈએ.