કોરોના એ કેટલા વેપારી ની કમર તોડી હોય એમ ધંધા રોજગાર માં પણ મંદી નો માહોલ છવાયો હોય એવું હોળી પર્વ પેલા દુકાનદાર વેપારી ઓ નિરાશ હાલત માં દેખાય હતા .દિવસે ને દિવસે મોંઘવારી ભરડો લઈ રહી છે.
તો હવે આમ જનતા ને જીવન વિતાવવું પણ એક સમજવા જેવો પ્રશ્ન બની જતો હોય છે કે આવી મોંઘવારીમાં જીવન વિતાવવું કે પછી પર્વ મનાવવો એ હવે આમ જનતા માં લોકમુખે ચર્ચાય છે .ત્યારે વાત કરીએ અત્યારેહોળી તહેવાર નો પર્વ નજીક આવી ગયો છે છતાં પણ હજુ બજારમાં મંદીનો માહોલ છવાયો હોય એવું લાગી રહ્યું છે.
કેમકે વેપારી હજુ પણ નિરાશ થઈને બેઠા છે તો હવે વેપારીઅને આમ જનતા સરકાર પાસે આજીજી કરી રહી છે કે સરકાર દ્વારા મોંઘવારી ઘટાડવા માટે કોઈ સારા પગલાં ભરવામાં આવે તો આપણે આપણું જીવન શાંતિથી વિતાવી શકીશું કેમકે હવે દિવસે ને દિવસે મોંઘવારી વધતી જાય છે તો જલદીથી સરકાર આના માટે કોઈ સારા પ્રયત્ન કરે એવી આમ જનતા સરકાર પાસે અપેક્ષા રાખે છે