ભારતમાં ઘણા દેવી દેવતાઓના મંદિરો આવેલા છે અને દરેક મંદિર પોતાના અલગ રીત રિવાજો માટે જાણીતા છે. દરેક મંદિરની કંઈક ને કંઈક વિશેષતાઓ જોવા મળતી હોય છે એટલા માટે તો ભારતને મંદિરોનો દેશ તરીકે ઓળખવામાં આવે છે. આજે અમે તમને એવા મંદિર વિશે જણાવીશું કે જ્યાં પતિ પત્ની એક સાથે દર્શન કરવા જઇ શકતા નથી.
આ મંદિર હિમાચલ રાજ્યના રાજધાની શિમલા થી નજીક માં રામપુર નામના ગામમાં આવેલું છે. હિમાચલના ખોરામાં બનેલું આ મંદિર શ્રી આઈ કોટી માતા નામથી જાણીતું છે. આપણે તેને દુર્ગા માતા તરીકે ઓળખીએ છીએ. જ્યાં પતિ-પત્ની ને એક સાથે દુર્ગા માતાના દર્શન અને પૂજા કરવાની મનાઈ છે.
જો કોઈ કપલ દુર્ગા માતાના મંદિરમાં એકસાથે દર્શન કરી લેતો દંડ ભોગવવો પડતો હોય છે. ત્યાં પતિ અને પત્ની માટે દર્શન કરવાની અલગ અલગ વ્યવસ્થા નું આયોજન કરવામાં આવેલું છે. આ કુદરતી જગ્યાએ કપલ મોટી સંખ્યામાં તે મંદિરમાં દર્શન કરવા માટે આવતા હોય છે
પૌરાણિક કથાઓ અનુસાર જ્યારે ભગવાન શિવને જ્યારે તેમના બન્ને પુત્રોને બ્રહ્માંડના ચક્કર લગાવવાનું કહ્યું હતું ત્યારે કાર્તિકેય ચક્કર લગાવવા માટે નીકળી જાય છે, પરંતુ ગણેશજીએ શિવજી અને પાર્વતીજી ની પરિક્રમા કરી. તે પછી કાર્તિકેય બ્રહ્માંડનું ચક્કર લગાવીને આવી છે ત્યારે ગણેશજીના લગ્ન થઈ ચૂક્યાં હોય છે.
તે પછી તેઓ ગુસ્સે થઈ ગયા અને ક્યારે પણ લગ્ન ન કરવાનો સંકલ્પ લીધો. આ પ્રકારનો સંકલ્પ લેવાથી પાર્વતી માતાને ગુસ્સો આવી ગયો. ત્યારે તેમને કહ્યું કે જે પણ પતિ-પત્ની અહીંયા દર્શન કરશે તે એક બીજાથી અલગ થઈ જશે. તે કારણથી આજે પણ પતિ પત્ની ત્યાં એક સાથે પૂજા કે દર્શન કરતા નથી. એવું માનવામાં આવે છે કે ત્યાં પરંપરા અનુસાર જે લોકો દર્શન કરે છે તેમની માનતા પુરી થાય છે.
આ મંદિરના દર્શનાર્થે લોકો દુર દુરથી આવે છે અને પોતાની ઈચ્છાપૂર્તિ ની વાત માતા આગળ મૂકે છે. મંદિરની આજુબાજુ કુદરતી આલ્હાદક નજારો જોવા મળશે. ઊંચા અને લાંબા ભરાવદાર વૃક્ષોની વચ્ચે આ ખૂબસૂરત મંદિર આવેલું છે.