આપણા શાસ્ત્રો માં જોડે બેસીને જમવાના ઘણા નિયમો બતવામાં આવ્યા છે જે લોકો આ શાસ્ત્રો માં લખેલા નિયમોનું પાલન કરે છે તેમને સુખ સમૃદ્ધિ મળે છે શાસ્ત્રો માં બતાવેલા નિયમોનું વૈજ્ઞાનિક અને ધાર્મિક બંને મહત્વ દર્શાવામાં આવ્યું છે જે આ નિયમોનું પાલન કરે છે તેમને બધા દેવીદેવતા ના આશીર્વાદ મળે છે તેમજ બધા લોકો એ આ નિયમોનું પાલન કરવું જરૂરી છે તો આજે હું તમને આ નિયમો વિષે માહિતી આપીશ.
સૌપ્રથમ નિયમ એ છે કે ભોજન કરતા પહેલા આપણા હાથ પગ અને મોં ચોખ્ખા પાણી વડે ધોવા જોઈએ એનું વૈજ્ઞાનિક પણ મહત્વ છે હાથ પગ ને સાફ કરવાથી હાથ પર લાગેલા કીટાણુ શરીર ની અંદર જતા નથી તેના લીધે શરીર માં બીમારી આવતી નથી ભોજન ના પહેલા આપણા ભગવાને અન્નદેવને યાદ કરીને પ્રાર્થના કરવી જોઈએ તથા પૃથ્વી પર રહેતા બધા પશુ પક્ષી ને ભોજન મળે એવી પ્રભુ જોડે પ્રાર્થના કરવી જોઈએ ત્યાર પછી ભોજનની શરૂયાત કરવી જોઈએ.
ભોજન બનાવવા વ્યારા વ્યક્તિ એ ભોજન બનાવતા પહેલા સ્નાન કરવું જોઈએ અને પોતાનું મન શુદ્ધ રાખી ને ભોજન બનાવવાની શરૂયાત કરવી જોઈએ આની પાછળ નું એક મનોવૈજ્ઞનાનીક કારણ છે જો ભોજન બનાવનાર વ્યક્તિ ખુશ તેમજ શુદ્ધ મન થી ભોજન બનાવે તો તે ભોજન ખાવા વાળા વ્યક્તિ પણ ખુશ રહે છે. ભોજન બનાવતા પહેલા પ્રથમ રોટલી ગાય ને અર્પણ કરવી જોઈએ બીજી રોટલી કૂતરાને એવી જોઈએ અને ત્રીજી રોટલી પંખી ને આપવી જોઈએ તેનાથી ઘરમાં લક્ષમી નો વાસ વધે છે ભોજન રસોડા બધા જોડે બેસીને કરવું જોઈએ શક્ય હોય તો પરિવારના બધા સભ્યો એ જોડે બેસીને કરવું જોઈએ આમ કરવાથી ઘર ના સભ્યો જોડે પ્રેમ વધે છે જો તમે બધે જોડે બેસીને ભોજન ન કરોતો પરિવાર ના સભ્યો જોડે પ્રેમ અને એકતા ઓછી થાય છે.
ભોજન સૂયાસ્ત પહેલા કરવું જોઈએ કરણકે સૂર્યાસ્ત પહેલા જઠર ની પાચનક્રિયા ખુબ ઝડપ થી કામ કરતી હોય છે આપણા શાસ્ત્રો માં ભોજનની દિશા પણ નક્કી કરવામાં આવી છે ભોજન પૂર્વ અને ઉત્તર દિશા તરફ મોઢું રાખીને કરવું જોઈએ દક્ષિણ દિશા તરફ મોઢું રાખીને કરેલું ભોજન દુર્ષ્ટ આત્મા ને પ્રાપ્ત થાય છે. બેડ કે ખાટલા પર બેસીને ભોજન ન કરવું જોઈએ તેટલા વાસણ માં પણ ભોજન ન કરવું જોઈએ ઉભા રહીને પણ ભોજન ન કરવું જોઈએ બુટ ચમ્પલ પહેરીને પણ ભોજન ન કરવું જોઈએ.