ઈડર પોલિસે ઘરફોડ ચોરીઓ જેવા બનાવ રોકવા માટે જાહેર જનતા જોગ પ્રજાને કરી અપીલ.

Uncategorized

ઈડર શહેરમાં અને આસપાસના વિસ્તારોમાં દીવસેને દીવસે વધતાં ચોરી નાં બનાવને રોકવા અને ચોરોને પોલિસના સંકજામાં લેવાં માટે ઈડર પોલિસે ત્રસકરો સામે લાલ આંખ કરી છે.

ઈડર પોલીસે પોલીસ સ્ટેશનમાં સમાવિષ્ટ આજુબાજુના તમામ ગામોની જાહેર જનતાને તકેદારી રૂપે નમ્ર અપીલ કરવામાં આવી છેકે ઘરફોડ ચોરીઓ જેવા બનતા બનાવો અટકાવવા પ્રયાસ રૂપે જ્યારે પણ પોતાનું મકાન બંધ કરી બહાર જવાનું થાય ત્યારે તમારા પાડોશી અથવા ઈડર પોલીસ સ્ટેશન બીટ જમાદારને કરવી.ઈડર પોલિસે જાહેર જનતા જોગ નમ્ર અપીલ થકી ઈડર શહેર અને તાલુકા ની જનતાને જાગૃત કરી રહીં છે.

જેમકે શહેરમાં આવેલ સોસાયટી શેરી મહોલ્લા કે પછી ગામડાં ઓમા કોઇપણ અજાણ્યા ઈસમો ચાલતાં વાહન પર તેમજ અજાણ્યા ફેરિયાઓ કે અન્ય શંકાસ્પદ શ્રમિક વર્ગનાં લોકો કોઈ કામ કાજ વિના અવર જવર કરતા નજરે પડેતો તેવા લોકોની પ્રાથમિક પૂછપરછ કરી અને જરૂર જણાયતો બીટ ઓ.પી ઈન્ચાર્જ અથવા ઈડર પોલિસ મથકે જાણ કરવા માટે ઈડર પોલિસે સોશિયલ મીડિયા થકી પ્રજાને અપીલ કરવામાં આવી છે.ઈડર પોલિસે સોશિયલ મીડિયા થકી દિવસ રાત ચોરીને અંજામ આપતાં ત્રસ્કારોને ઝડપી લેવાનાં ચક્રો ગતીમાન કર્યા છે. .

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *