ઇંડાને પ્રોટીનનો ઉત્તમ સ્ત્રોત માનવામાં આવે છે. ઇંડાની અંદર બે ભાગ હોય છે એક સફેદ અને બીજો પીળો ત્યારે ઘણા લોકો તેનો સફેદ ભાગ જ ખાય છે જે પીળો ભાગ એટલે કે જરદી ખાતા નથી. શું ઇંડાનો એક જ ભાગ ખાવો જોઈએ? જાણો બંને વચ્ચે શું ફરક હોય છે.
ઇંડાનો સફેદ અને પીળો ભાગ એમ બંન્ને ખાવાથી પ્રોટીન અને કેલેરી મળી રહે છે. તેને આરોગ્ય માટે સુખાકારી માનવામાં આવે છે. જેમને શરીરમાં કેલ્સિયમ અને આર્યનની ઉણપ હોય તેમને ઈંડા ખાવાથી તે પૂરી થાય છે. જેમને કેલેરી અને ચરબી યોગ્ય માત્રામાં છે તેઓ ફક્ત ઇંડાનો સફેદ ભાગ જ ખાવા માગતા હોય તો ખાઈ શકે છે.
ઈંડાના સફેદ ભાગમાં કોલેસ્ટ્રોલ નથી હોતું માટે હ્રદયના દર્દી માટે ફાયદારૂપ જોવામાં આવે છે. હૃદય રોગના દર્દીઓ તેનું સેવન સમજી વિચારીને કરવું જોઇએ અથવા તેની યોગ્ય સલાહ લઈને કરવું જોઈએ. ઇંડાનો સફેદ ભાગ બ્લડ સર્ક્યુલેશનમાં પણ મદદરૂપ થતું હોય છે. તે સિવાય તે વધતા હતા વજનને પણ નિયંત્રિત રાખે છે અને સ્નાયુઓને મજબૂત બનાવે છે.
આખા ઈંડા ખાવાના પણ અનેક ફાયદા છે. આખું ઈંડુ એટલે કે સફેદ અને પીળો(જરદી) બંને ભાગ. આખા ઈંડા ના સેવનથી પ્રોટીન, ચરબી, કેલેરી, કોલેસ્ટ્રોલ મળી રહે છે. તે શરીરની ત્વચા અને વાળ માટે પણ ફાયદારૂપ છે. ઈંડાના પીળા ભાગમાં વિટામિન એ હોય છે જે આંખને સ્વસ્થ રાખે છે.
તમારા શરીરમાં પાતરું છે અને તેને વધારવું હોય તો આખું ઈંડુ ખાવું જોઈએ. તેમાં કોલિન નામનું વિટામિન હોય છે જે બાળકોની યાદ શક્તિમાં વધારો કરે છે. તે સિવાય તેમાં વિટામિન ડી હોવાથી તે હાડકાને મજબૂત બનાવે છે. શિયાળાની ઋતુમાં લોકો ઈંડા ખાવાનું વધુ પસંદ કરતા હોય છે તેનું કારણ કે તેમાં ભરપૂર માત્રામાં વિટામિન મળી રહેતા હોય છે.