આજે નાના ગામડામાંથી આવતા વિદ્યાર્થીઓ પણ પોતાની મહેનતથી આજે પરીક્ષાઓ પાસ કરી ને મોટા અધિકારી બને છે સફળતા મેળવવા માટે મહેનત અને પરિશ્રમની જરૂર હોય છે જ્યારે પોતાનું લક્ષ્ય નક્કી થઈ જાય પછી તે લક્ષ્ય પાછળ મહેનત કરવાનું ચાલુ કરી દેવું જોઈએ જ્યાં સુધી લક્ષ્ય પ્રાપ્ત ન થાય ત્યાં સુધી મહેનત ચાલુ રાખવી જોઈએ જો આત્મવિશ્વાસ મજબૂત હોય તો કોઈપણ કાર્ય થઈ શકે છે આજે હું તમને એક એવા યુવાન વિશે બતાવી જે પ્રથમ પ્રયાસમાં નિષ્ફળ થયા હતા પણ તે હિંમત હાર્યા વગર પોતાની મહેનત ચાલુ રાખી અને આજે ડેપ્યુટી કલેકટર બન્યા
વલસાડ જિલ્લાના આદિવાસી વિસ્તારના યુવાને ગુજરાત સરકાર દ્વારા લેવાતી પરીક્ષા gpsc પાસ કરીને ડેપ્યુટી કલેકટર બન્યા જ્યારે તેમને પ્રથમ પ્રયાસમાં માત્ર ચાર માર્કસ ને લીધી નાપાસ થયા હતા પણ તેમને હિંમત હાર્યા વગર પોતાની તૈયારી ચાલુ રાખી અને ફરીથી પ્રયાસ કર્યો જેમાં તેમને ભવ્ય સફળતા પ્રાપ્ત થઈ હતી આ યુવક સફળ થતાં તેમને ડેપ્યુટી કલેકટર ની પદવી પ્રાપ્ત થઈ હતી આ યુવક આદિવાસી સમાજના બીજા યુવકો માટે ઉત્તમ ઉદાહરણ સાબિત થયો
અંભેટીના પટેલ ગજેન્દ્ર કુમાર અરવિંદભાઈ તેમને પોતાનું પ્રાથમિક શિક્ષણ પોતાની ગામની પ્રાથમિક શાળામાં જ પૂરું કર્યું હતું ત્યારબાદ તેમને ગોંડલ વિદ્યામંદિરમાં પોતાનું ઉચ્ચ માધ્યમિક શિક્ષણ પુરૂ કર્યું ગજેન્દ્ર ભણવામાં ખુબજ હોશિયાર હતો તે પછી તેમની આગળનો અભ્યાસ સુરત થી પૂર્ણ કર્યું હતું જો તેમને ઇલેક્ટ્રિક એન્જિનિયર ની પદવી મેળવી હતી ત્યાર પછી તેમને ક્લાસ વન અધિકારી બનવાની તૈયારી ચાલુ કરી જેમાં તે પ્રથમ પ્રયાસમાં નિષ્ફળ થયા પણ હિંમત હાર્યા વગર પોતાની મહેનત ચાલુ રાખી અને બીજા પ્રયાસમાં તે gpsc પાસ કરીને ડેપ્યુટી કલેકટર બન્યા
જીપીએસસી દ્વારા જાહેર જાહેર પરિણામ ગજેન્દ્ર કુમાર એ 107 મો રેન્ક મેળવ્યો હતો તેમને જણાવ્યું હતું કે મારી સફળતા પાછળ મારા મમ્મી પપ્પા ભાઈ બહેન નાની નાના તેમજ મારા મિત્રોએ ખૂબ જ સહકાર આપ્યો હતો તેમજ મોટાભાઈ રીપલ એ ખુબજ સાથ અને સહકાર આપ્યો હતો જેના લીધે આજે મને ભવ્ય સફળતા મળી છે
ગજેન્દ્ર ના પિતા એક નિવૃત શિક્ષક છે અને માતા ગૃહિણી છે આજે ગજેન્દ્ર ડેપ્યુટી કલેકટર બનીને પોતાના મા-બાપ નું નામ સમગ્ર ગુજરાતમાં રોશન કર્યું છે તે આદિવાસી સમાજના યુવાનો માટે પ્રેરણાનો સ્ત્રોત છે