આપણા ત્યાં આખા ગામનું કે એક પોળ એક સાથે જમવાનું ક્યારે હોય કોઈ ધાર્મિક પ્રસંગ હોય, લગ્ન હોય કે કોઈ શુભ પ્રસંગ હોય ત્યારે જ બનતું હોય છે. આજે આપણે જાણીશું એક એવા ગામ વિષે જ્યાં આખા ગામનું બન્ને ટાઈમ નું જમવાનું એક સાથે હોય છે. આજના જમાનામાં એક બાપ ના બે દીકરા હોય તો તે ભેગું નથી રહી સકતા તો જમવાની તો વાત દૂર ની, સંતાનો માં -બાપ ને સાથે નથી રાખી સકતા તે જોતા આ ગામ એક ઉત્કૃષ્ઠ ઉદાહરણ પૂરું પડે છે.
આ ગામમાં જયારે દેશ આઝાદ થયો ત્યારથી ક્યારેય પણ સરપંચ ની ચૂંટણી થઇ નથી. આ ગામની એકતા એટલી છે કે સરપંચ સમરસ જ જાહેર થાય છે. આ ગામ ક્યાં આવેલું છે તે જાણવાની તમારી ઈચ્છા હશે તો ચાલો તમને જણાવી દઉં. તે ગામ છે મહેસાણા જિલ્લા ના બહુચરાજી તાલુકા નું ચાંદણકી ગામ. આ ગામ હાલ માં પણ એક રસોડે જમે છે. આ ગામ એકતા નું એક ઉત્તમ ઉદાહરણ છે. આ ગામની વાત એમ છે કે ત્યાં ના યુવાનો ગુજરાત ના અલગ અલગ મોટા શહેરો માં કે વિદેશ માં સ્થાયી થયેલા છે. પરંતુ વડીલો ને ત્યાં નું વાતવરણ જોઈએ તેટલું પસંદ નહોતું એટલે તે ગામ ના વડીલો ગામ માં જ રહેવાનું પસંદ કરે છે.
આ ગામની અંદર રહેતા લોકો 55 વર્ષ થી વધુના છે. આ ઉંમરે તેમના માતા પિતા ને આ ઝંઝટ માં ના પડવું પડે તે માટે તેમના સંતાનો એ આ વ્યવસ્થા ઉભી કરી છે. ચાંદનકી ગામ ને નિર્મળ અને તીર્થ ગામ એવા અનેક એવોર્ડ મારી ચુક્યા છે. આ ગામમાં રહેવાવારા ની સંખ્યા 70 ની આસપાસ છે. આ ગામ ની સાક્ષરતા જાણી ને નવાઈ પામશો ત્યાંના લોકો સો ટકા સાક્ષર છે. આ ગામના ૯૦ ટકા જેટલા લોકો અમદાવાદ માં રહે છે.
આ ગામ ના લોકો બીજા ને પણ સલાહ સૂચન આપે છે કે તમે લોકો પણ આવું કરો જેથી ઘરડાઘર માં કોઈ એ જાઉં ના પડે. આવું કરવાથી માં બાપ ની કોઈ તકલીફ ના પડે. આ ગામે આખા વિશ્વ ને એક સરસ ઉદાહરણ આપ્યું છે.