બનારસના રાજધાટ પુલ નજીક કોટવા ગામ આવેલું છે. આ ગામમાં ગંગા નદીના કિનારે હનુમાનજી નું મોટું મંદિર આવેલું છે. જેને લોકો ખાખી કુટીર બાબા ના નામ તરીકે પણ ઓળખે છે. કહેવાય છે કે આ જગ્યા પર હનુમાનજીની મૂર્તિ જમીન ફાડીને નીકળી હતી.
આ ગામનું એક બાળક જન્મથી બોલતું ન હતું ઘણા ડોક્ટરને પણ બતાવ્યું પરંતુ બધા એવું કહેતા કે આ બાળક મૂંગુ છે તે ક્યારે પણ બોલી શકશે નહીં. એક દિવસ બાળકની માતા મંદિર ના મહંતજી પાસે લઈ ગઈ.
મહંતજી કર્યું તમે આને રોજ મંદિરે દર્શન માટે મોકલો જો ખાખી કુટીર બાબા ની કૃપા થશે તો આ જરૂર બોલતો થઈ જશે. પછી તે રોજ ગંગા નદીમાં સ્નાન કરીને મંદિરમાં દર્શન કરવા માટે જતો હતો. જોતજોતામાં તે હનુમાનજીનો ભક્ત બની જાય છે.
જ્યારે પણ મંદિરમાં આરતી થતી ત્યારે તે બધાની જોડે આરતી ગાવાનો પ્રયત્ન કરતો હતો. એક દિવસ બધા હનુમાનજીની આરતી ગાઈ રહ્યા હતા ત્યારે તે ગાવાનો પ્રયત્ન કરે છે અને અચાનક તેના મોઢામાંથી અવાજ આવવા લાગ્યો. પરંતુ તે સરખું બોલી શકતો ન હતો.
એમના એમ 10 વર્ષ પસાર થઈ ગયા અને તે 22 વર્ષનો થઈ ગયો. સરખી રીતે બોલી ના શકવાના કારણે તેના લગ્ન પણ થઈ રહ્યા ન હતા. એક દિવસ આરતી પૂરી થઈ ગઈ પછી બધા જતા રહે છે. પરંતુ તે ત્યાં બેસી રહ્યો તેની આંખોમાં આંસું આવી રહ્યા હતા.
તે ભગવાનને પ્રાર્થના કરતો હતો કે હું બાર વર્ષથી તમારા મંદિરે આવું છું. તે મંદિરે જવાનું બંધ કરી દે છે પરંતુ મહંતજી ના સમજાવવાથી તે ફરીથી મંદિર જવાનું ચાલુ કરી દે છે. તે એક દિવસ ગંગા નદીમાં સ્નાન કરી રહ્યો હતો ત્યારે તેને મગર નીચેની તરફ ખેંચી રહ્યો હોય તેવું લાગતું હતું.
તેને બૂમો પાડીને મદદ માંગવી હતી પરંતુ તે બોલી શકતો ન હતો. પરંતુ અચાનક તેના મોઢામાંથી અવાજ આવવા લાગે છે બચાઓ આ સાંભળી બધા હેરાન થઈ જાય છે. તેને બોલતો જોઈને બધા ખુશ થઈ જાય છે. અને મહંતજી તેને બોલાવી ને કહે છે કે તને બચાવવા મગર નહીં પરંતુ સાક્ષાત હનુમાનજી આવ્યા હતા.