એક એવી લોકવાયકા છે કે સવાર સવારમાં આ ગામનું નામ લઈએ તો જમવાનું પણ નસીબ થતું નથી.

Uncategorized

આ લાલજી મહારાજ નું મંદિર સાયલા ગામમાં આવેલું છે. આ લાલજી મહારાજ નું મંદિર ખુબજ વિશાળ જગ્યામાં આવેલું છે. આ મંદિરને આપણા ધર્મનું એક પ્રતીક માનવામાં આવે છે. આ મંદિરમાં ખાસ કરીને બધા જ ભગવાનની મૂર્તિઓ આવેલી છે.

ઘણા વર્ષો પહેલા લાલજી મહારાજની મંડળીઓ ગામડે ગામડે આવતી અને ધર્મનો સાચો અર્થ શું છે એ લોકોને સમજાવતા હતા આ મંદિરમાં જે પણ પહેલાની જૂની વસ્તુઓ હતી એ બધી વસ્તુઓ સાચવીને રાખવામાં આવી છે.

આ ગામ વિશે લોકોનું એવું કહેવું છે કે જો તમે સવાર સવારમાં આ ગામ એટલે કે સાયલા નું નામ તમે બોલો તો તમને આખો દિવસ જમવાનું નસીબ થતું નથી. આ મંદિરમાં રહેવા માટે પણ ખૂબ જ સારી એવી સગવડ આપવામાં આવતી હોય છે.

આ મંદિરમાં ધર્મશાળા પણ આવેલી છે જે પણ ભક્તો લાલજી મહારાજના દર્શન માટે આવતા હોય છે એ લોકો માટે બપોરે અને સાંજે જમવાની સુવિધાઓ પણ એકદમ મફતમાં કરવામાં આવેલી છે.

આ મંદિરમાં લાલજી મહારાજના દર્શન માટે હજારો સંખ્યામાં ભક્તો દર્શન માટે આ બતાવો હોય છે. આ મંદિર ખુબ જ સુંદર અને આ મંદિરમાં જઈને બેસવાથી મન એકદમ શાંત થઈ જાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *