એક એવું મંદિર કે જે મંદિરમાં ચમત્કારિક પથ્થર આવેલો છે જે ભવિષ્ય બતાવે છે, જે જાણવા લોકો દૂર દૂરથી આવે છે

Uncategorized

કાનપુરના જિલ્લા મુખ્યાલય થી લગભગ 50 કિલોમીટર દૂર બેહતાબુજુગૅ ગામમાં એક રહસ્યમય મંદિર આવેલું છે. આ મંદિરમાં ન જાણે કેટલા રહસ્યો છુપાયેલા છે. આ મંદિરને જગન્નાથ મંદિર તરીકે ઓળખવામાં આવે છે.

પરંતુ આ મંદિરમાં જે ચમત્કારો થાય છે તેના કારણે આ મંદિરને મોનસુન મંદિર તરીકે ઓળખવામાં આવે છે. આ મંદિર વર્ષો જૂનું છે. આ મંદિર માં એક ખાસ વાત એ છે કે આ મંદિર વરસાદની એકદમ સાચી ભવિષ્યવાણી કરે છે.

આ મંદિર મોનસુન આવે એ પહેલા બતાવી દે છે કે આ વર્ષે વરસાદ કેટલો પડશે. આ ગામના લોકો સિવાય આજુબાજુ ના ગામ ના લોકો પણ આ મંદિર પર નજર રાખતા હોય છે. આવું મંદિર તમને બીજે ક્યાંય જોવા નહી મળે. કારણ કે આ મંદિર ની બનાવટ અને તેની મૂર્તિઓ ખૂબ જ અનોખી છે.

આ મંદિરમાં ભગવાન જગન્નાથની મૂર્તિ આવેલી છે જેમાં ભગવાન વિષ્ણુના ૨૪ અવતાર જોવા મળે છે. આ મંદિરની ખાસ વાત એ છે કે ઝુમ્મર મા એક એવો પથ્થર આવેલો છે કે જે ચોમાસું આવતા પહેલા જ બતાવી દે છે કે વરસાદ કેટલો પડશે. અને પથ્થર માંથી પાણી ના ટીંપા પડતા જોવા મળે છે.

જો પાણી ના ટીંપા મોટા પડે તો વરસાદ વધારે થાય છે. અને જાે ટીંપા થોડા અને નાના પડે તો વરસાદ ઓછો પડે છે. અને જો વરસાદ પડતો હોય ત્યારે આ પથ્થરમાંથી પાણીનું એક ટીંપુ પણ પડતુ નથી. આ મંદિર માં ઘુમર ઉપર એક ચક્ર લગાવવામાં આવ્યું છે. જેના કારણે આ મંદિર ઉપર કોઈ દિવસ વીજળી પડી નથી.

આ મંદિરના રહસ્યને જાણવા માટે વૈજ્ઞાનિકોએ ઘણીવાર શોધ કરી પરંતુ પથ્થર માંથી પાણી કેવી રીતે પડે છે. તેનો જવાબ વૈજ્ઞાનિકો જોડે હતો નહીં. વૈજ્ઞાનિકો આ વાતની શોધ ના કરી શક્યા કે ચોમાસાના 15 દિવસ પહેલા આ ઘુમ્મર માંથી પાણી ટપકે છે અને વરસાદ ચાલુ થાય એટલે પાણી ટપકવા નુ બંધ થઈ જાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *