એવું કહેવાય છે કે ભગવાન શિવની આરાધના કરનાર ભક્ત ની તમામ મુશ્કેલી ભગવાન ભોલેનાથ બહુ જલ્દીથી દૂર કરે છે.ભગવાન શિવ ના મુખ્ય 12 જ્યોતિર્લિંગ આવેલા છે. તેમાનું એક જ્યોતિર્લિંગ ભિમશંકર જ્યોતિર્લિંગ જે 6 થું સ્થાન ધરાવે છે. પૌરાણિક માન્યતા અનુસાર એવું કહેવામાં આવે છે કે ભિમશંકર જ્યોતિલિંગ ના દર્શન માત્રથી ભક્તના તમામ પાપો નો નાશ થાય છે ને તેને સ્વર્ગ નું સુખ પ્રાપ્ત થાય છે.
ભગવાન ભીમશંકરનું આ મંદિર મહારાષ્ટ્રના પુના થી 110 કી.મી. દૂર સાહદી નામના પર્વત પર આવેલ છે. ભગવાન ભીમશંકર જ્યોતિર્લિંગ ને મોટેશ્વર મહાદેવના નામથી પણ લોકો જાણે છે. એવું કહેવામાં આવે છે કે જો કોઈ ભક્ત સાચા હૃદયથી આ જ્યોતિર્લિંગના દર્શન કરે તો તેના તમામ પાપો નો નાશ થાય છે અને અહીં ભગવાન શિવ નો વાસ છે ને ભક્તો ની તમામ મનોકામના પૂર્ણ કરે છે.
આ મંદિર બહુજ પ્રાચીન મંદિરોમાનું એક છે અહીંયા મંદિરની કલાકૃતિ બહુ જ સુંદર ને પ્રાચીન કલા કૃતિમાની એક માનવામાં આવે છે મંદિરમાં ભક્તો ની ભીડ અવીરત ચાલુ જ હોય છે. આ જ્યોતિર્લિંગ ના દર્શન માટે લોકો દૂર દૂર થી આવતા હોય છે ને લોકોની બહુ આસ્થા જોડાયેલી છે આ મંદિર સાથે મંદિર ની બાજુમાં 2 કુંડ પણ આવેલા છે.
એવી માન્યતા છે કે જો કોઈ ભક્ત સવારે વહેલા આ જ્યોતિર્લિંગ ના દર્શન પુરા ભક્તિ ભાવ થી કરે છે. તો તેના તમામ પાપ નો નાશ ભોલેનાથ કરે છે ને ભક્ત ના તમામ દુઃખ ભગવાન ભોલેનાથ દૂર કરીને સુખમય જીવન બનાવે છે.