મુંબઈ થી રાજસ્થાન જતા પરિવારને ઘરે ઢુઢનો પ્રસંગ હોવાથી ઘરે જઈ રહેલા
આરખી નજીક અજાણ્યા વાહને ટક્કર મારતા ગાડીમાં બેઠેલ એકનું મોત બે ઘાયલ
હોળીના ઢુઢના પ્રસંગને લઇને અકસ્માતમાં મોત થતા સમગ્ર ગામમાં માતમ છવાયો
પાંથાવાડા મેવા ચૌધરી
દાંતીવાડા તાલુકાના આરખી પાસે મુંબઈથી પોતાના વતન રાજસ્થાન જઇ રહેલા પરિવારને વહેલી સવારે ચાર વાગ્યાના સમયગાળામાં ગુંદરી તરફથી આવતા અજાણ્યા વાહનચાલકે રોંગ સાઇડમાં આવી .ફરીયાદીની સ્વીફટ ગાડી-RJ-24-CA-5361 ને આગળ ના ભાગે ટક્કર મારતાં સ્વીફટ ગાડીનો ડ્રાઇવર
વિક્રમસિંહ એ સ્વીફટ ગાડી ઉપરથી કાબુ ગુમાવતાં રોડની સાઇડમાં ગાડી પલ્ટી ખાઈ જતાં ગાડીમાં બેઠેલ ફરિયાદીના
પત્ની પારસકુંવર પૃથ્વીરાજ રામદાનજી જાતે.ચારણ ઉ.વ .૪૮ મુળ રહે. કરેલી તા.રેવદર જી શિરોહી રાજ . હાલ
રહે બી ૨૦૪ ચંદ્રામૃતી બી.પી શેડ નીયર ગુરૂકૃપા હોસ્પીટલ ભાઇન્દીર મહારાષ્ટ્રવાળી કારમાં બેઠેલ એકનુ ઘટના સ્થળે મોત થયું હતું તેમજ ડ્રાઇવર તેમજ પાછળ બેઠેલ ડ્રાઇવર અને પિતા ને ઇજા થતાં તેમને પાંથાવાડા સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા વધુ ગંભીર ઈજા થતાં પાલનપુર ખાતે ખસેડાયા હતા. મરણ જનાર ને પીએમ અર્થે ખસેડવામાં આવ્યા હતા. પોલીસે અજાણ્યા વાહનચાલક વિરૂદ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી
મળતી માહિતી મુજબ પૃથ્વીપરાજ રામદાનજી ચારણ તેઓ મહારાષ્ટ્ર મુંબઇ ખાતે બીલ્ડીંગ મટીરીયલ નો વેપાર કરી ગુજરાન આવતા હતા. મૂળ વતન રાજસ્થાન હોવાથી વિક્રમસિંહ ના પુત્રને ઢુઢ નો પ્રસંગ હોવાથી તેઓ માતાપિતા સાથે પોતાની સ્વીફટ
ડીઝાયર ગાડી.ન RJ-24-CA-5361 તા .૧૪/ ૦૩/ ૨૦૨૨ ના રોજ બપોરના ત્રણેક વાગ્યાના સુમારે પૃથ્વીસીહ પત્ની પારસકુંવર તથા પુત્ર વિક્રમસીંહ સાથે વતનમાં જતા હતા. ત્યારે ફરિયાદીને દીકરો ગાડી ચલાવતો હતો
સવારે ચારેક વાગ્યા ના સમયે આરખી ગામની સીમમાં આવેલ વિંહત હોટલ નજીક રાજસ્થાન સામેથી ગાડી પુર ઝડપે રોગ સાઇડમાં આવતા ગાડીને ડ્રાઇવર સાઇડના આગળના
ભાગે ટક્કર મારતા ગાડીનો કાબુ ગુમાવતાં રોડની બાજુમાં આવેલ ચોકડીમાં ઉતરી
જતાં ગાડી પલ્ટી મારી બાજુના ખેતરમાં ફંગોળાતા વહેલી સવારે ધડાકાભેર અવાજ આવતા આજુબાજુના ખેતરના માણસો ભેગા થઇ ગાડીમાંથી તમામને બહાર કાઢયા હતા. ફરિયાદીના પત્ની પારસકુંવર ગાડીના પાછળની સીટમાં બેઠેલ હતા તેથી ગંભીર ઇજાઓ થતા તેમનું ઘટના સ્થળે મોત થયું હતું. ફરિયાદી તેમજ પુત્ર વિક્રમસીંહ ને
પાંથાવાડાસરકારી
હોસ્પિટલે ખસેડાયા હતા . સારવાર બાદ તેમને પાલનપુર ખાતે ખસેડવામાં આવ્યા હતા . ગાડીના માલિક પાંથાવાડા પોલીસ મથકે અજાણ્યા વાહન ચાલક વિરુદ્ધ ગુનો નોંધાવતાં પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી
મૃતક
પારસકુંવર પૃથ્વીપ રાજ રામદાનજી જાતે.ચારણ ઉ.વ .૪૮ મુળ રહે.કરે
લી તા.રેવદર જી શિરોહી (રાજ) હાલ રહે.( મુંબઈ) મહારાષ્ટ્ર
ઇજા પામનાર વ્યક્તિના નામ
(૧) વિક્રમસિંહ પુથ્વીરાજ
(૨) પુથ્વીપરાજ રામદાનજી ચારણ
આરખી હાઈવે પર અકસ્માતોની વણજાર
વહેલી સવારે બે અકસ્માતો થતાં એકનું મોત ૩ ઘાયલ
આરખી ગામ ની નજીક વહેલી સવારે બાઈક લઈ મજૂરી અર્થે જઈ રહ્યા હતા ત્યારે પાંથાવાડા તરફથી આવતી ertiga ગાડી નંબર gj.03.kc.8725 ના ગાડી ચાલકે બાઈક નં.rj.04.55.8542 ને ટક્કર મારતા બાઈક રોડની સાઈડમાં ખાડામાં પડતા બાઈક સવાર રોડ ઉપર ફગોળાતા ઇજા થતા તેને પાંથાવાડા રેફરલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. જ્યારે ertiga ગાડી ઝાડ સાથે અથડાઈ હતી