આજના સમયમાં તમને અજીબો ગરીબો ફોટા અને વિડિઓ વાયરલ થતા હોય છે. હાલમાં એક એવી પોસ્ટ વાયરલ થયી છે કે તે જાણીને તમારું મગજ ગોથું ખાશે. જી હા! આદુ અને ઇલાયચ વારી ચા કોને ના ગમે મિત્રો તેમજ આદુ અને ઈલાયચીની ચા લોકપ્રિય હોય છે. ભારતભરમાં ચાના રસિયા ઘણા બધા છે. આ શિયાળાની કડકડતી ઠંડીમાં આદુવાળી ચા પીવાની વધુ પસંદ કરતા હોય છે. મોટાભાગે ઉનાળામાં ઈલાયચી ચાનું સેવન કરવામાં આવે છે. તમે પણ ચાના રસિયા છો તો હાલમાં એક એવી પોસ્ટ વાયરલ થયી છે, જે જોઈને તમે ખુશીની લાગણી વ્યક્ત કરશો.
શિયાળાની કડકડતી ઠંડીમાં ચા પીવાના લોકો બહાના જ શોધતા હોય છે. એવામાં આપણે ચા ફ્રીમાં મળી જાય તો કેવા આનન્દ થાય સાચ્ચું બોલજ્યો. પ્રશ્ર્ન એ ઉભો થાય કે આવું કરે કોણ. સોશ્યિલ મીડિયામાં ફોટા અને વિડિઓ વાયરલ થઇ રહ્યા છે કે, જેને જોઈને લોકો દંગ રહી ગયા છે. વાયરલ વીડિયોમાં એક નળમાં પાણીની બદલે ચા નીકળે છે એ પણ કોઈ સાદી ચા નહિ પરંતુ ઈલાયચી અને આદુ વારી ચા. આ વાયરલ ફોટા અને વિડિઓ પંજાબના છે.
આ મજેદાર વિડિઓ અને ફોટા ashwan_gharu નામના એકાઉન્ટ પરથી ઈન્સ્ટાગ્રામ પર શેર કરવામાં આવ્યો છે. આ વિડિઓને અત્યાર સુધીમાં 13 લાખથી પણ વધારે લોકોએ પસંદ કર્યો છે. આ વાયરલ વીડિઓમાં કોમેન્ટ એવી આવી રહી છે કે આ ચાની દુકાન ક્યાં મળી રહી છે.