આપણા દેશની અંદર ભક્તિ કરવાની દરેક લોકોની રીતભાત અલગ અલગ જોવા મરતી હોય છે. પરંતુ ઘણીવાર શ્રદ્ધાના નામે અંધશ્રદ્ધા અને આંધરી ભક્તિ નજરે પડતી હોય છે. અંધશ્રદ્ધા એ એક એવી વસ્તુ છે કે તે આપણને કોઈ પણ હદ સુધી લઇ જતી હોય છે. આવા કિસ્સાઓ તમારી આસપાસ પણ બન્યા હશે. આવી જ ઘટના હમણાં મધ્યપ્રદેશના રાજ્યના મોરેના જિલ્લાની પ્રકાશિત થઇ હતી. જ્યાં ઉંમરલાયક સાધુ મોક્ષ પ્રાપ્તિ માટે સમાધિ લેવાના હતા, પરંતુ તેમને હોસ્પિટલમાં દાખલ કરવા પડ્યા હતા. જાણો સમગ્ર ઘટના વિષે.
આ ઘટના મેરાનાં જિલ્લાના તૂસીપુરા ગામનો છે. ત્યાં બાબા દુર્ગાસન આશ્રમમાં આવેલા હનુમાનજી અને કાલી માતાના મંદિરમાં પૂજા પાઠ કરતા હતા. તેમનું નામ હતું રામસીહં ઉર્ફે પાપ્પ્ડ બાબા તરીકે ઓળખાતા હતા. તેઓ તેમની ૧૦૫ વર્ષની ઉંમરમાં સમાધિ લેવા જય રહ્યા હતા, પરંતુ પોલીસને આ મામલે જાણ થતા તેમને દખલગીરી કરવી પડી હતી.
થોડા દિવસો પહેલા બાબાને સપનું આવે છે અને સપનામાં એવું આવે છે કે તમે જો મોક્ષ મેરવવા માંગતા હોય તો સમાધિ લેવી જોઈએ. તેમને મોક્ષ પ્રાપ્તિ માટે સમાધિ લેવાનું વિચાર્યું. સમાધિની દરેક તૈયારી પૂર્ણ થઇ ગયી હતી. બાબા સમાધિ સ્થરે પહોંચી પણ ગયા હતા પરંતુ પોલીસને આ સમગ્ર ઘટનાની જાણ થતા તેઓ ઘટના સ્થરે પહોંચી જાય છે અને તે બાબાને આ પગલું ન ભરવા માટે સમજાવે છે.
પપ્પ્ડ બાબા નવરાત્રીના પહેલા દિવસે સમાધિ લેવાના હતા અને તે સમાધિ માટે તેમને ૭ ફૂટ ઊંડો ખાડો ખોદ્યો હતો. આ વાતના સમાચાર આસપાસના ગામોમાં ખુબ ઝડપથી ફેલાઈ જાય છે કે બાબા સમાધિ લઇ રહ્યા છે. તેથી ખુબ મોટી સંખ્યામાં લોકો દર્શન માટે આવી પહોંચે છે. તે દરમિયાન મીઠાઈ અને પ્રસાદ પણ વહેંચાય છે અને લોકો પૈસા પણ ચડાવતા હતા.
સમાધિ માટેનો સમય બપોરનો રાખવામાં આવ્યો હતો અને નિયત સમયે બાબા ખાડામાં પણ ઉતરી ગયા હતા. તે સમયે પોલીસ આવી પહોંચે છે અને બાબાને આવું ન કરવા માટે વિંનતી કરે છે તેમ છતાં બાબા બે કલાક સુધી અંદર જ રહે છે. તેમના સ્વાસ્થ્ય પર અસર થવા લાગી તેમની તબિયત બગડવા માંડી હતી. પછી તેમને પોલીસે સમજવા અને તેઓ બહાર આવ્યા. તે પછી તેમને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.