આજે મોટા ભાગના લોકોને શહેરમાં સારી નોકરી કરવાની ઈચ્છા રાખતા હોય છે તેથી આજનો યુવા વર્ગ ગામડું છોડીને શહેરમાં સારી નોકરી મેળવ્યા માટે પ્રયાણ કરી રહ્યો છે ત્યારે મોટા ભાગનો યુવા વર્ગ પોતાની પરંપરાગત ખેતીને છોડી રહ્યો છે પણ આજે હું તમને એક એવા ખેડૂત વિષે બતાવીશ જે એક સમયે રીક્ષા ચલાવતો હતો અને આજે ખેતી કરીને વર્ષે કરોડો કમાય છે
ધર્મબીર કમ્બોજ એક સમયે દિલ્હીમાં રીક્ષા ચાલવતા હતા અને આજે તેમને બધા લોકો ખેડૂત ધર્મવીર તરીકે ઓરખે છે જેમને પોતાની મહેનત થી આજે લાખો રૂપિયા કમાય છે ધર્મબીર હરિયાણા રાજ્યના યમુનાનગર કે દંગલા ગામના રહેવાસી છે તે દિલ્હીમાં રીક્ષા ચલાવી પોતાનું ગુજરાન ચલાવતા હતા તે સમયે ભારતીય કૃષિ સંસ્થાના સંપર્કમાં આવ્યા અને તેમને ત્યાંથી આધુનિક ખેતી વિષે જાણકારી મેળવે છે તેમને ખેતી વિષે ઘણી બધી જાણકારી મેળવી
ધર્મબીરએ એક ખાતર બનાવ્યાનું મશીન બનાવ્યું જેને MPP તરીકે પણ ઓરખવામાં આવે છે તે પોતાની ૫ વીઘા જમીનમાં ખેતી પણ કરાવતા હતા ખેતી સાથે ઉત્પાદન મશીન પણ બનાવ્યાનું ચાલુ કર્યું તેમને સૌપ્રથમ હલકા વજન વાળો પમ્પ બનવ્યો જેનાથી ખેડૂત ખુબ સહેલાઇ થી દવાનો છંટકાવ કરી શકે છે
ધર્મબીર થોડા સમય પછી મશરૂમની ખેતી શરૂ કરી તેમાં ત્યાંની સરકાર દ્વારા ખુબ પ્રોત્સાહન આપવામાં આવ્યું કારણ કે તે સમયે મશરૂમની ખેતી વિષે કોઈ પણ ખેડૂત જોડે કઈ પણ માહિતી ન હતી તે પછી તેમને હર્બલ ખેતી કરવાનું શરૂ કર્યું જેનાથી ઓછા માં ઓછો રાસાયણિક ખાતરનો ઉપયોગ થાય
ધર્મબીર આજે પોતાની બુદ્ધિ થી એક સફળ ખેડૂત સાબિત થયા છે તે પોતાના જીવનમાં ખુબ મહેનત કરી અને આજે સફળ થયા છે તે ૨૫ જેટલી મહિલાઓ ને રોજગારી પણ આપે છે તેમને બનાવેલી મશીનમાં તેમને ખજૂર,ગુલાબ,જાંબુ અને ચેરી જેવા છોડ ઉગાડી ચુક્યા છે