આજે સમાજમાં ઘણા એવા વિદ્યાર્થીઓ હોય છે જે આર્થિક પરિસ્થિતિ નબળી હોવા છતાં તાબડતોડ મહેનત કરીને સફળતા મેળવતા હોય છે આવા વિદ્યાર્થીઓ સમાજમાં એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડે છે આજે હું તમને એક એવા કલેકટર વિશે બતાવીશ જેમને એક સમયે બુટ ચંપલ વેચતા હતા
શુભમ ગુપ્તા જેમને રાતદિવસ મહેનત કરીને આજે કલેકટર બન્યા છે શુભમ ગુપ્તા એક સમયે બુટ ચંપલ વેચતા હતા કોઈને વિચાર પણ ન આવ્યો હોય કે આ છોકરો પાછળ જતાં કલેકટર બનશે શુભમ ગુપ્તા પોતાનું નસીબ પોતાની મહેનતથી લખ્યું છે આજે તેમની સફળતા જોઇને બધા લોકો તેમની વાહવાહ કરે છે
હાલ શુભમ ગુપ્તા મહારાષ્ટ્ર સરકારમા ફરજ બજાવી રહ્યા છે તેમનું મૂળ વતન રાજસ્થાન છે તેમનો જન્મ એક સામાન્ય મધ્યમ પરિવારમાં થયો હતો તેમના પિતા એક કોન્ટ્રાક્ટર હતા શુભમ ગુપ્તાનો ઉછેર એક સામાન્ય બાળકની જેમ થયો હતો તેમના પિતા કોન્ટ્રાક્ટર ની કામગીરી કરીને પોતાનું ઘર ચલાવતા હતા
કોન્ટ્રાક્ટર ની કામગીરી યોગ્ય રીતે ન ચાલતા પૈસાની તંગીને લીધે તેમને રાજસ્થાન છોડીને મહારાષ્ટ્ર આવવું પડ્યું હતું મહારાષ્ટ્ર આવ્યા પછી તેમના પિતાએ પાલગઢ જિલ્લાના દહાણું રોડ ઉપર બુટ ચંપલ ની દુકાન બનાવી પિતાને મદદ કરવા માટે શુભમ પણ દુકાને જતો હતો
દુકાનની મોટાભાગની જવાબદારી શુભમ સંભાળતો હતો શુભમ દુકાન પણ સંભાળતો તે સાથે અભ્યાસ પણ કરતો હતો તેમને દિલ્હી યુનિવર્સિટીમાંથી BA ની ડીગ્રી પ્રાપ્ત કરી ત્યારબાદ તેમને માસ્ટર ડિગ્રી પણ મેળવી તે પછી તેમને યુપીએસસીની તૈયારી શરૂ કરી તેમને ચોથા પ્રયાસે ભવ્ય સફળતા પ્રાપ્ત થઇ આજે શુભમ ગુપ્તા આઈએએસ અધિકારી છે