આ જમના બહેન પતિના મૃત્યુ પછી 20 વર્ષથી વૃદ્ધાશ્રમમાં રહેતા હતા. પાંચ દીકરા હતા પરંતુ જમના બહેન વૃદ્ધાશ્રમમાં રહેતા હતા કારણકે જો દીકરાઓ સાથે રહેતા હતા તો છોકરાઓ વચ્ચે ઝઘડા થતા હતા.
દીકરાઓ તો ઈચ્છતા હતા કે તેમની મા તેમની સાથે રહે પરંતુ જમનાબેન ન માન્ય અને તેમને વૃદ્ધાશ્રમ જવાનું પસંદ કર્યું. તેમના પતિ તેમના માટે ઘણી સંપત્તિ મૂકી ને ગયા હતા. તેમના પતિ નો સ્વભાવ થોડો કડક હતો અને ઝડપથી ગુસ્સે પણ થઈ જતા હતા. તેમના પતિ તેમનાથી ઉંમરમાં નવ દશ વર્ષ મોટા હતા.
જમના બહેનને તેઓ ખૂબ જ પ્રેમથી રાખતા હતા તેઓ સરકારી ઉપરી અધિકારી તરીકે કામ કરતા હતા તેઓને પાંચ દીકરા હતા અને તેઓ ખૂબ જ ખુશ હતા પિતાનાં કડક સ્વભાવ ને કારણે છોકરાઓ મોટા થતાં ગયા તેમ દીકરાઓ અને પિતા વચ્ચે મેળ આવતો ન હતો.
લગ્ન પછી બધા દીકરાઓ અલગ થવા લાગ્યા હતા તેમના પિતા તેમના સંબંધીઓ કે તેમની પત્ની ની વચ્ચે પણ દીકરાઓને કંઈ કહેવું હોય તો કહી દેતા હતા આ બધું દીકરાઓને ગમતું ન હતું અલગ થતાં તેમની માતા કહેતા કે સાથે રહેશો તો દરેક મુસિબત નો સામનો કરી શકશો. તમારા પિતા તો તમારા સારા માટે જ કહે છે.
અને પછી મગનલાલ પણ મૃત્યુ પામે છે અને જમના બહેન સાવ એકલા થઈ જાય છે. દીકરાઓ તેની માતાને સાથે લઈ જવા કહી રહ્યા હતા તેના બે કારણો હોઈ શકે એક તો તેમની સંપત્તિ અને તેમનો સ્વભાવ જમનાબેન ને કહ્યું કે તમારા પિતાનું મૃત્યુ તમારા લોકોના દુઃખના કારણે થયુ છે એટલે હું તમારા કોઈપણ સાથે રહેવા માંગતી નથી.