આજે આપના સમાજમાં ઘણી એવી મહિલાઓ છે જે પોતાની મહેનત દ્વારા આત્મનિર્ભર બની છે જ્યારે પોતાના પરિવાર ઉપર કોઈ મુશ્કેલી આવી પડે ત્યારે સ્ત્રી પોતાના પરિવારના પડખે ઉભી હોય છે એક સ્ત્રી પોતાના પરિવારના સુખ માટે કઈ પણ કરી શકે છે આજે આપણે એક એવી મહિલા વિશે જાણીશું જેમના પતિનું અવસાન થઈ જતા આખા પરિવારના ભરણપોષણની જવાબદારી મહિલા ઉપર આવી ગઈ હતી આ મહિલાએ મુશ્કેલ પરિસ્થિતિમાં પોતાના બાળકો અને સાસુ-સસરાની જવાબદારી ઉઠાવી લીધી હતી
જયારે પતિનું અવસાન થતાં પરિવાર ઉપર દુઃખના વાદળ છવાઈ ગયા હતા ત્યારે મહિલાએ દુઃખમાંથી બહાર નીકળવા માટે ઘણા બધા વિચારો કર્યા ત્યારે તેને ઈડલી નો સ્ટોલ બનાવવાનો નક્કી કર્યું અને તેને વિચાર્યું કે ઈડલી ને સ્ટોલમાંથી કમાણી કરીને પોતાના ઘરનું ભરણપોષણ કરશે ઈડલી નો સ્ટોલ બનાવવાના તેની જોડે પૈસા ન હતા
મહિલાએ જ્યારે ઈડલી બનાવવાની શરૂઆત કરી ત્યારે તેની જોડે એટલા પૈસા ન હતા કે તે પોતાના માટે નાની લારી ખરીદી શકે માટે મહિલાએ ઈડલી બનાવવાની શરૂઆત એક ટેબલ ઉપર જ કરી હતી પ્રથમ દિવસે કોઈ કમાણી ન થતા તે ખૂબ નિરાશ થઈ ગઈ હતી તેની દુઃખી જોઈ ને એક વ્યક્તિ તેમની પાસે ગયો આ યુવકે મહિલાને બધી પરિસ્થિતિ ની જાણકારી મેળવી લીધી હતી યુવકને વિચાર આવ્યો કે હુ આ મહિલાને ઈડલી બનાવવા લારી ભેટ આપીશ જેનાથી તે મહિલાને ખૂબ મદદ થશે યુવકે મહિલાને ઈડલી બનાવવા માટે લારી બનાવીને આપી જ્યારે આ વ્યક્તિએ મહિલાને ઈડલી વેચવા માટે લાવી આપી તે જોઈને મહિલા ખૂબ ખુશ થઈ ગઈ હતી અને મહિલાની આંખમાંથી આંસુ આવી ગયા હતા મહિલાએ તે વ્યક્તિનો ખુબ આભાર વ્યક્ત કર્યો હતો આજે મહિલા આ લારી ઉપર ઈડલી બનાવી ને વેચે છે અને પોતાના પરિવારનો ગુજરાન ચલાવે છે
જ્યારે મહિલાએ ઈડલી બનાવવાની શરૂઆત કરી ત્યારે કોઈ ગ્રાહક ના આવતા તે ખૂબ નિરાશ પર થઈ જતી હતી શરૂઆતમાં તેની ખૂબ મુશ્કેલી નો સામનો કરવો પડ્યો હતો પણ ધીમે ધીમે તેને બનાવેલી ઈડલી લોકોને ખૂબ જ પસંદ આવી અને તેના આ સ્ટોલ ઉપર ખૂબ મોટી સંખ્યામાં ગ્રાહકો આવે છે